• કોરોનાના કપરા કાળમાં પોલીસ કર્મીઓએ કોરોના વોરીયરની ભુમિકા ભજવી
  • સુરતમાં કેટલાય પોલીસકર્મીઓ કોરોના પોઝીટીવ પણ થયા અને કેટલાય પોલીસકર્મીઓ કોરોનાને મ્હાત આપી પુનઃ ફરજ પર જોડાઈ પણ ગયા છે
  • લાલગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલ ડેપ્યુટેશન ઉપર 181 માં મુકાયેલા એ.એસ.આઈ. નશીમબાનું સલીમભાઈ શેખનું કોરોનાના કારણે નિધન થયું

Watchgujarat. સુરતમાં કોરોનાના કારણે કોરોના વોરીયર્સ એવા પોલીસકર્મી સંક્રમણનો ભોગ બની રહ્યા છે. ત્યારે મહિલા એ.એસ.આઈ.નું કોરોનાના કારણે અવસાન થતા પોલીસ બેડામાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. ચાર દિવસ અગાઉ મહિલા એલ.આર. કોરોના ગ્રસ્ત થયા બાદ તેમનું નિધન થયું હતું. ચાર દિવસમાં બે પોલીસ કર્મીઓનું કોરોનાને કારણે મૃત્યુ થતા બેડામાં ચરચાર મચી જવા પામી હતી.

સુરતમાં કોરોનાનો કહેર શરુ થયો ત્યારથી તબિબોની સાથે પોલીસ પણ આગળ આવી સતત કામગીરી કરી રહી છે. જયારે લોકો ઘરમાં સુરક્ષિત હતા, ત્યારે પોલીસકર્મીઓ લોકોની સુરક્ષા માટે રોડ પર પોતાના જીવની ચિંતા કર્યા વિના ફરજ બજાવી રહ્યા હતા. અને પોલીસની આ ફરજ આજે જયારે સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે, ત્યારે પણ યથાવત છે. આ દરમિયાન સુરતમાં કેટલાય પોલીસકર્મીઓ કોરોના પોઝીટીવ પણ થયા અને કેટલાય પોલીસકર્મીઓ કોરોનાને મ્હાત આપી પુનઃ ફરજ પર જોડાઈ પણ ગયા છે. પરંતુ કોરોનાના કારણે એક મહિલા પોલીસકર્મીનું નિધન પણ થયું છે. મળતી માહિતી મુજબ સુરતના લાલગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલ ડેપ્યુટેશન ઉપર 181 માં ફરજ બજાવી રહેલા એ.એસ.આઈ. નશીમબાનું સલીમભાઈ શેખનું કોરોનાના કારણે નિધન થયું છે. તેઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા 14 એપ્રિલના રોજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને 3 દિવસની સારવાર દરમ્યાન તેઓનું નિધન થયું હતું.

ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

તેઓના નિધનના પગલે તેઓના પરિવાર અને પોલીસ બેડામાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તેઓને ગાર્ડ ઓફ ઓનર આપી અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વધુમાં તેઓ આગામી 31 જુલાઇ રોજ નિવૃત થવાના હતા. પરંતુ તે પહેલા જ કોરોનાના કારણે તેઓનું નિધન થયું હતું. રીયાયર્ડ થવાના 105 દિવસ પહેલા પોલીસ કર્મીનુ કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું.

ચાર દિવસ પહેલા મહિલા એલ.આર.નું પણ કોરોનામાં થયું હતું નિધન

સુરતના રાંદેર પોલીસ મથકમાં 25 વર્ષીય રશ્મિબેન મકનજી ભાઈ ગામીત એલ.આર. તરીકે ફરજ બજાવતા હતા. તેઓ કોરોના પોઝીટીવ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ છેલ્લા ૫ દિવસથી સારવાર હેઠળ હતા. દરમ્યાન ગત સોમવારના રોજ તેઓએ સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud