બે તસ્કરો એટીએમ રૂમમાં આવેલા ચેક ડ્રોપ બોક્ષમાંથી ચેકોની ચોરી કરી ફરાર થયા
ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી
WatchGujarat. સુરતના પુણા કુંભારિયા રોડ પર આવેલા એચ.ડી.એફ.સી. બેંકના એટીએમ રૂમમાં ચોરીની ઘટના સામે આવી છે. બે તસ્કરો એટીએમ રૂમમાં આવેલા ચેક ડ્રોપ બોક્ષમાંથી ચેકોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.
https://youtu.be/YxrXfAbFOo8
સુરતમાં તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે હવે તેઓ બેંકના એટીએમને પણ નિશાન બનાવી રહ્યા છે. અને આવી જ એક વધુ ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના પુણા કુંભારિયા રોડ પર એચ.ડી.એફ.સી.બેંકનું એટીએમ આવેલું છે. આ એટીએમ રૂમમાં ચોરીની ઘટના સામે આવી છે. બે અજાણ્યા તસ્કરોએ સૌ પ્રથમ રેકી કરી બે પૈકીના એક ઇસમેં એટીએમ રૂમમાં પ્રવેશ કરી ચેક ડ્રોપ બોક્ષમાંથી કસ્ટમરોના ચેકો ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ
ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. જેમાં એક ઇસમ એટીએમ મશીન રૂમમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપતો નજરે ચડે છે. આ ઘટના બાદ અડાજણ ખાતે રહેતા બેંકના મેનેજર પ્રવેશચંદ્ર સુરશચંદ્ર તિવારીએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પુણા પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી તેમજ સીસીટીવી ફૂટેજ કબજે કરી આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
એટીએમની સિક્યુરીટી અને પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ
પુણા કુંભારિયા રોડ પર આવેલા એચ.ડી.એફ.સી. બેંકના એટીએમ રૂમમાં તસ્કરોએ ઠંડે કલેજે સવારના 7 વાગ્યાની આસપાસ આવી રેકી કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરોએ એટીએમને નિશાન બનાવવાની જગ્યાએ ચેકોની ચોરી કરી છે. જેને લઈને પણ સવાલ ઉભા થઇ રહ્યા છે. અને જે હિસાબે તસ્કરોએ ચોરી કરી છે તેને લઈને એટીએમની સિક્યુરીટી અને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.