શનિવારે સાંજે ઉધના બસ ડેપો માંથી એક એસટી બસ પેસેન્જરો લઈ બીલીમોરા જવા માટે રવાના થઈ
બસ ડેપો માંથી બહાર નીકળતી વેળાએ એક ટુ વ્હીલર ચાલક બસ સાથે અથડાયો
પોલીસે બસના ડ્રાઇવર અને કંડકટર ને ડીટેઈન કરી પૂછપરછ હાથ ધરી
WatchGujarat. ઉધના ST ડેપો ખાતે સાંજના સમયે એક ST બસ ડેપોમાંથી બહાર નીકળતી હતી. ત્યારે એક બાઇક ચાલક બસ ની સામે આવી જતા બસ અને બાઇક ની ટક્કર થઈ હતી. જેમાં બાઈકચાલક ગંભીર રીતે ઘવાયો હતો. એક્સિડન્ટમાં ઘાયલ યુવકને સારવાર માટે 108ની મદદથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી
https://youtu.be/INHsPUbMCt8
શનિવારે સાંજે 6 વાગ્યે ઉધના નવસારી રોડ પર આવેલા ઉધના બસ ડેપો માંથી એક એસટી બસ પેસેન્જરો લઈ બીલીમોરા જવા માટે રવાના થઈ રહી હતી. ત્યારે બસ ડેપો માંથી બહાર નીકળતા તે વેળાએ એક ટુ વ્હીલર ચાલક બસ સાથે અથડાયો હતો બસ અને બાઇક ની ટક્કર આટલી જોરથી થઈ હતી કે ટક્કર થવાની સાથે જ ટુ વ્હીલર ચાલક રસ્તા પર પડી ગયો હતો અને ત્યાંજ બેભાન થઈ ગયો હતો.
આ ઘટના જોઈ ને આસપાસના લોકો તરત દોડી આવ્યા હતા અને ઘાયલ યુવકને 108 માં ફોન કરી તરત તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. ઘટનાની જાણ ઉધના પોલીસને થતા ઉધના પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને બસના ડ્રાઇવર અને કંડકટર ને ડીટેઈન કરી પૂછપરછ હાથ ધરી હતી.
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
CCTV માં જોઈ શકાય છે કે, બસ જ્યારે ડેપો માંથી બહાર નીકળતી હતી. ત્યારે બસ ડેપોના બહાર આવેલા સર્વિસ રોડ પર એક વાહન ચાલક રોંગ સાઈડમાં ફૂલ સ્પીડમાં બાઈક હાકતો સીસીટીવી કેમેરામાં નજર આવે છે. બસ ડેપો માંથી બહાર નીકળી ત્યારે જ બાઈક ચાલક અચાનક જ બસ ની સામે આવી જાય છે. બસ ચાલક બ્રેક મારે તે પહેલાં જ બાઈક સાથે બસની ટક્કર થઇ જાય છે. ટક્કર થતાં જ બાઈક ચાલક રસ્તા પટકાય છે. અને ત્યાં જ બેભાન થઈ જાય છે. હાલ આ મામલે પોલીસે સીસીટીવી કબજે કરીને તપાસ હાથ ધરી છે.