સુરતમાં ભાજપ દ્વારા બંગાળમાં થઇ રહેલી હિંસાને લઈને વિરોધ નોંધાવવાનું આયોજન પુણા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું
પુણા વિસ્તારમાં મેયર હેમાલીબેન બોઘવાલા ધરણા પ્રદર્શન માટે પહોચ્યા ત્યાં તેમનો વિરોધ થયો
અમારી બહેનું દીકરીઓ ઇન્જેક્શન વગર મરી રહી છે. તેને પહેલા ઈન્જેક્શન અપાવો, કહી કાર્યકરોએ બુમરાણ મચાવી
બંગાળમાં કાયદો વ્યવસ્થાનો હવાલો હજુ ગઇકાલ સુધી રાજ્યપાલ પાસે હતો.....તો પછી ભાજપ વિરોધ કોનો કરે છે ? – બીજેપીની મહિલા કાર્યકરનો સોશિયલ મીડિયા પર કટાક્ષ
WatchGujarat. સુરતમાં હવે ભાજપનો વિરોધ ભાજપના જ ઉમેદવારો કરી રહ્યા છે. સુરતમાં જે હિસાબે કોરોનાની મહામારી ચાલી રહી છે અને લોકોને પ્રાથમિક સુવિધાઓમાં જે હિસાબે હાલાકી પડી રહી છે તેને લઈને હવે ભાજપના જ કાર્યકરોએ ભાજપ સામે બાયો ચડાવી છે.સુરતમાં પુણા વોર્ડમાંથી પાલિકાની ચૂંટણી હારી ગયેલા ભાજપના ઉમેદવાર કોમલ પટેલે સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટથી હવે વિવાદ જાગ્યો છે.
શું હતો મામલો
પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસની જીત થઈ છે. જો કે આ પરિણામો જાહેર થયા બાદ ત્યાં તોફાનો ફાટી નીકળ્યા છે. જેમાં કેટલાક ભાજપ કાર્યકરોની હત્યા થઇ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. પરંતુ બંગાળની ઘટનાના પડઘા સુરતમાં જોવા મળ્યા હતા. સુરતમાં ભાજપ દ્વારા બંગાળમાં થઇ રહેલી હિંસાને લઈને વિરોધ નોંધાવવાનું આયોજન પુણા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘવાલા પણ ત્યાં પહોચ્યા હતા. જો કે મેયર ત્યાં પહોચતા જ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવવાનું શરુ કર્યું હતું. મેયર અને ભાજપ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. જો કે વિરોધ કરી રહેલા કોંગેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી અને પુણા પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.
અમારી બહેન દીકરીઓ મરી રહી છે
પુણા વિસ્તારમાં મેયર હેમાલીબેન બોઘવાલા ધરણા પ્રદર્શન માટે પહોચ્યા હતા. જો કે ત્યાં તેઓનો જબરદસ્ત વિરોધ થતા તેઓને ત્યાંથી નીકળી જવું પડ્યું હતું. વિરોધ કરી રહેલા લોકોમાં કોંગ્રેસના લોકો પણ સામેલ હતા. પરંતુ ત્યાં એક વ્યતક્તિએ જોર જોરથી બુમો પાડી હતી અને કહ્યું હતું કે અમે ભાજપના કાર્યકરો છીએ. અમારી બહેનું દીકરીઓ ઇન્જેક્શન વગર મરી રહી છે. તેને પહેલા ઈન્જેક્શન અપાવો. અમે અન્ય કોઈ પાર્ટીના કાર્યકરો નથી.
ભાજપના કાર્યકરોએ જ હવે ભાજપનો કરી રહ્યા છે વિરોધ
પુણા વોર્ડમાંથી પાલિકાની ચૂંટણી હારી ગયેલા ભાજપના ઉમેદવાર કોમલ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી ભાજપનો જ વિરોધ કર્યો છે. તેઓએ ફેસબુક પર પોસ્ટ મૂકી હતી અને તેમાં લખ્યું હતું કે લોકો મરે છે ને મેયર વિરોધ કરવા નીકડા છે, સરમ આવવી જોઇએ, રેમડેસીવીર મલતા નથી એનું કરો, ખોટી પ્રસીધ્ધી જોઇએ છે, આવનાર સમયમાં આજ થવાનું છે, ભાજપનાજ કાર્યકર્તા ભાજની વિરોધમાં આવી ગયા, ભાજપવાડા અત્યારે હોદ્દા ની લહાણી કરે છે, કેહવુ પડે હો.....ને ફેસબુક ઉપર અભિનંદન ની લાઇન લાગી છે, અભિનંદન આપવા વાડાને પણ સરમ નથી, આ સમય છે અભિનંદન પાઠવવાનો....એતો જેના ઘરનો મોભી જાયને એનેજ ખબર હોય આ જાડી ચામડી વાડા ના સમજી શકે.
ત્યારબાદ તેઓએ અન્ય એક પોસ્ટ મૂકી હતી જેમાં તેઓએ લખ્યું હતું કે કેન્દ્રમાં ભાજપ ની સરકાર છે, બંગાળમાં કાયદો વ્યવસ્થાનો હવાલો હજુ ગઇકાલ સુધી રાજ્યપાલ પાસે હતો.....તો પછી ભાજપ વિરોધ કોનો કરે છે ? ધરણા કોની વિરુદ્ધ માં કરે છે ?