• સુરતમાં કોરોનાના કહેર સાથે હવે બ્લેક ફંગસ (મ્યુકરમાયકોસિસ) નો કહેર પણ વર્તાઈ રહ્યો છે
  • પ્રજાએ જે પ્રતિનીધીઓને લોકોની સેવા કરવા માટે મત આપીને ચુંટ્યા હવે તેઓ જ મહામારી સમયે લોકોના જીવને જોખમમાં મુકતી અતિ ગંભીર બેદરકારી સામે આવી
  • માત્ર ધો – 6 ભણેલા ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા ત્યાં મેડિકલ સ્ટાફ હાજર હોવા છતાં પોતે બોટલામાં ઇન્જેક્શન નાખી રહ્યાનો વિડીઓ વાયરલ
  • મેં કોઈ ઇન્જેક્શન આપ્યું નથી. મેં માત્ર ઇન્જેક્શન મિક્સ કર્યું હતું – BJP MLA વી.ડી. ઝાલાવડીયા

WatchGujarat. ભાજપના ધારાસભ્યને કોરોનાના ગંભીર દર્દીના જીવની જાણે કોઈ જ કિંમત ન હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. સુરતમાં માત્ર 6 ઠું ધોરણ સુધી ભણેલા ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા એક દર્દીને ચડાવવામાં આવેલા બોટલમાં ઇન્ડેક્શન લગાવતા હોય તેવો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. અને ઇન્જેકશન પણ કોઈ સામાન્ય નહિ પરંતુ રેમડેસીવીર હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયો વાયરલ થતા ચારેતરફ તેઓની ટીકા થઈ રહી છે.

 વર્ષ 2017 ની વિધાનસભાની ચુંટણીમાં ધારાસભ્ય ઝાલાવાડીયા વિનુભાઇ ડાહ્યાભાઇ દ્વારા કરવામાં આવેલા સોગંદનામાનો અંશ

સુરતમાં કોરોનાના કહેર સાથે હવે બ્લેક ફંગસ (મ્યુકરમાયકોસિસ) નો કહેર પણ વર્તાઈ રહ્યો છે. સુરતમાં એક તરફ કોરોનાનું સંકમરણ વધી રહ્યું છે. તો બીજી તરફ ભાજપના નેતાઓ માટે લોકોના જીવ એક મજાક હોય તેમ લાગી રહ્યું છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. પ્રજાએ જે પ્રતિનીધીઓને લોકોની સેવા કરવા માટે મત આપીને ચુંટ્યા હવે તેઓ જ મહામારી સમયે લોકોના જીવને જોખમમાં મુકતી અતિ ગંભીર બેદરકારી કરતા જોવા મળી રહ્યા છે.

કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા પોતાના વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા એક આઇસોલેટ સેન્ટરમાં પહોંચ્યા હતા. અને ત્યાં તેઓએ એક દર્દીને ચડાવવામા આવેલા બાટલામાં ઇન્જેક્શન આપી દીધું હતું. આ ઇન્જેક્શન કોઈ સામાન્ય નહિ પરંતુ રેમડેસીવીર હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, માત્ર ધો – 6 ભણેલા ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા ત્યાં મેડિકલ સ્ટાફ હાજર હોવા છતાં પોતે બોટલામાં ઇન્જેક્શન નાખી રહ્યા છે. તેઓને મેડિકલ ક્ષેત્રનો કોઈ અનુભવ નથી. પરંતુ વાહવાહી મેળવવાના ચક્કરમાં તેઓએ દર્દીનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. અને ઇન્જેક્શન લગાવી વીડિયો પણ બનાવ્યો હતો. એટલું જ નહીં તેઓના સમર્થક ત્યાં હાજર પણ હતા. અને તેઓ આ ઇન્જેક્શન લગાવતી વખતે હસતા પણ નજરે પડી રહ્યા છે.

પોતાનો લુલો બચાવ કર્યો

આ ઘટના બાદ ધારાસભ્ય વી.ડી ઝાલાવડીયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેઓએ  જણાવ્યું કે અમે આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓની સેવા કરીએ છીએ. મેં કોઈ ઇન્જેક્શન આપ્યું નથી. મેં માત્ર ઇન્જેક્શન મિક્સ કર્યું હતું. ત્યાં ડોકટરો પણ હાજર હતા. જો કે આ સમગ્ર ઘટના અંગે તેઓએ દોષનો ટોપલો કોંગ્રેસ પણ ઢોળી દીધો હતો. તેઓએ કહ્યું હતું કે આ વિરોધ કોંગ્રેસના લોકો કરી રહ્યા છે.

 

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

લોકોએ રોષ વ્યકત કર્યો

ધારાસભ્ય હોવા છતાં આટલી ગંભીર બેદરકારી વી.ડી. ઝાલાવડીયાએ દાખવી છે. ભૂતકાળમાં પણ તેઓ કોરોનાની ગાઈડ લાઈનના ધજાગરા ઉડાવતા નજરે ચડ્યા હતા. અને હવે બાટલામાં ઇન્જેક્શન લગાવી તેઓ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને આ ભાજપના ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમંગ ઉઠવા પામી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud