• વિવાદાસ્પદ ભાજપના ધારાસભ્યનો જાહેર મંચ પરથી ચીમકી આપતો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ
  • તાજેતરમાં ફેરણી દરમિયાન સવાલ પુછતા ધારાસભ્યના સમર્થકોએ મારામારી કરી હતી
  • વિડીયો વાઇરલ થયા બાદ ધારાસભ્યની સ્પષ્ટતા, વિડીયો ખોટા અર્થ ઘટના સાથે વાયરલ થઇ રહ્યો છે

WatchGujarat. ભાજપના ધારાસભ્ય વીનું મોરડીયાનું ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેઓના નિવેદનનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં ધારાસભ્ય જાહેર મંચ પરથી કહી રહ્યા છે કે, જે લોકો રિસાયેલા છે તેઓને મનાવવાના દિવસો પુરા થયા છે. આડા ચાલી રહ્યા છે તેમને ભગાવી ભાગવીને તોડાવી નાંખવાના છે. જેને કારણે રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને પ્રચાર જોર શોરથી શરુ થઇ ગયો છે. પરંતુ આ પ્રચાર દરમિયાન નેતાઓ બેફામ વાણી વિલાસ કરતા નજરે ચડતા હોય છે. અને આવો જ એક વિડીયો સુરતના ભાજપના ધારાસભ્ય વીનું મોરડિયાનો વાયરલ થયો છે. સુરત શહેરના કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા હાલ કોર્પોરેશનની ચૂંટણી પ્રચાર દરમિયાન સતત વિવાદમાં આવી રહ્યા છે. ધારાસભ્ય વિનુ મોરડિયા પોતાના મતવિસ્તારના ઉમેદવારોનો પ્રચાર કરતાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

વિનુ મોરડિયાએ કહ્યું કે, અલગ અલગ જગ્યા કાર્યાલયો ખોલવાની ખુજલી આવી છે. એવા તમામને હું જાહેર મંચ પરથી કહું છું કે, જે લોકો રિસાયેલા છે તેઓને મનાવવાના દિવસો પુરા થયા છે, જેમણે આવવું હોય તે પોતે આવી જાય હવે અમે મનાવવાના નથી. મારો તો સ્વભાવ જ એવો નથી કે હું કોઈને મનાવવા ન જાઓ. આડા ચાલી રહ્યા છે તેમને ભગાવી ભાગવીને તોડાવી નાખવાના છે. તેઓના આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફરી એક વખત તેઓ વિવાદમાં આવ્યા છે.

વિડીયો વાયરલ થયા બાદ ભાજપના ધારાસભ્ય વિનું મોરડિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જેમાં તેઓએ શા માટે આ નિવેદન આપ્યું તેનો ખુલાસો પણ કર્યો હતો. વિનું મોરડિયાએ જણાવ્યું હતું કે, વિડીયો ખોટા અર્થ ઘટના સાથે વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો અંગે તેઓએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા વોર્ડ નબર 8 ના કાર્યલયના ઉદ્ઘાટન પ્રસંગનો આ વિડીયો છે. જેમાં જે લોકો પક્ષ વિરોધી કામગીરી કરી રહ્યા છે અને પક્ષની કાર્યલયની સામે જ કાર્યાલય ખોલ્યું છે તેઓના માટે આ નિવેદન હતું.

ધારાસભ્ય સામે થોડા દિવસો પહેલા ગંભીર આક્ષેપો લાગ્યા હતા

બે દિવસ પહેલા સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા હરી દર્શનના ખાડા પાસે બીજેપીની ચુંટણીલક્ષી સભા યોજવામાં આવી હતી. આ સભામાં ત્યાં રહેતા રાજુભાઇ મગનભાઇ જોધાણી પણ ગયા હતા. તેઓએ ધારાસભ્ય વીનુંભાઈ મોરડિયાને કોરોનામાં તમે ક્યાં ગયા હતા ? સરકારે માસ્ક નો દંડ ઉઘરાવ્યો છે તમે કેમ માસ્ક નથી પહેર્યું ? જેવા સવાલો પૂછ્યા હતા. જેથી ધારાસભ્ય વીનુંભાઈ મોરડિયાએ જાહેરમાં આ પીધેલો છે કહી તેને સભામાંથી બહાર કાઢી મુકાવ્યો હતો. અને ત્યારબાદ ચોકબજાર પોલીસ રાજુ જોધાણી અને તેના 71 વર્ષીય પિતાને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા અને જ્યાં બંનેને આખી રાત પોલીસ મથકમ બેસાડી રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud