• સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ટીકીટ વહેંચણીનો કકળાટ તમામ પાર્ટીમાં જોવા મળ્યો હતો
  • ભાજપાના ધારાસભ્ય પુર્ણેશ મોદીનો કાર્યકરોએ ઉધડો લીધાનો વિડીયો વાઇરલ થયો
  • કાર્યકરો વિડીયોમાં ધારાસભ્યને વચ્ચે બેસાડીને રજુઆત કરતા જોવા મળ્યા હતા

WatchGujarat.  સુરતમાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને લઈને ટીકીટ વહેચણીને લઈને ભાજપ હોય કે કોંગ્રેસ બંને પાર્ટીઓમાં કાર્યકરોની નારજગી સામે આવી હતી. ત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં કાર્યકરો ભાજપના ધારાસભ્ય પુર્ણેશ મોદીનો ઉધડો  લઇ રહ્યા છે.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને સુરતમાં પ્રચાર પણ જોર શોરમાં ચાલી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં કાર્યકરો બીજેપીના ધારાસભ્ય પુર્ણેશ મોદીનો ઉધડો લઇ રહ્યા છે. ટીકીટ વહેચણીને લઈને કાર્યકરો નારાજ હતા જેને લઈને ધારાસભ્યનો રોષે ભરાયેલા કાર્યકરોએ ઉધડો લઇ લીધો હતો.

શું હતી ઘટના

ભાજપે વોર્ડ નબર 9 રાંદેર, પાલનપુર, જહાંગીરપુરામાં માજી કોર્પોરેટર બકુલ પટેલના પુત્ર રાજ પટેલ અને માજી કોર્પોરેટર કમલેશ સેલરના પુત્ર કૃણાલ સેલરને ટીકીટ આપી છે. આ વોર્ડમાં સામાન્ય બેઠક પર કણબી પટેલ સમાજના ચંદ્રેશ પટેલે ટીકીટ માંગી હતી. પરંતુ ભાજપે ટીકીટ નહી આપતા ચંદ્રેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ચંદ્રેશ પટેલેની અપક્ષ ઉમેદવારી પાછી ખેચાવવા ધારાસભ્ય પુર્ણેશ મોદી રાંદેર મોટી ફળિયા ખાતે ગયા હતા. જ્યાં કણબી પટેલ સમાજના ભાજપન કાર્યકરો તથા રહીશોએ ધારાસભ્યનો બરોબરનો ઉધડો લઇ નાખ્યો હતો.

કાર્યકરોએ શું કીધું ?

દેવેશ પટેલ તથા અન્ય કાર્યકરોએ ભાજપના ધારાસભ્યને સંભળાવી દીધું કે, ઉમેદવારોની પસંદગી પક્ષના સિદ્ધાંત પ્રમાણે થઇ નથી. ચારે બેઠક સામાન્ય હોવા છતાં સગાવાદના આધારે ઉમેદવાર માથે ઠોકી દેવાયા છે. વિધાનસભા કે લોકસભામાં અમે કઈ બોલતા નથી કમસે કમ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં તો કાર્યકરો ઈચ્છે તેને ટીકીટ આપો, દર વખતે તમે જેને ઠોકી બેસાડો છો તેને જ અમારે ચુંટીને મોકલવાના ?

વધુમાં સંન્નિષ્ઠ કાર્યકરે ઉમેર્યું હતું કે, અત્યારે ચાર સીટીંગ કોર્પોરેટર પૈકી બે કોર્પોરેટરને કોઈ ઓળખતું નથી, ભાજપ માટે નિષ્ઠાથી કામ કરનારા લોકોને ટીકીટ આપો, ૩૬ વર્ષથી અમારે શું ફક્ત સ્ટેપલર મારી સ્લીપ જ ઘરે પહોચાડવાની છે ? લોકોનો રોષ જોઇને ધારાસભ્યએ શાંત પડવાની કોશિશ કરી હતી. પરંતુ રોષે ભરાયેલા કાર્યકરોએ સતત રજુઆતો શરુ જ રાખી હતી. અને આ વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા સુરતમાં રાજકારણ પણ ગરમાયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud