• સુરતમાં કોરોનાની મહામારી દરમ્યાન તંત્ર દ્વારા આમ જનતાના લગ્ન પ્રસંગમાં જઈને 5 હજાર સુધીનો દંડ વસુલાયો
  • ભાજપ શાસકો કે નેતાઓને આ કાયદા લાગુ નથી પડતા તેનું ઉત્તમ ઉદાહરણ આપતા દ્રશ્યો કાલે સુરતમાં સર્જાયા હતા
  • કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો માસ્ક વગર ફરતા નજરે ચડ્યા

WatchGujarat. કોરોના કાળમાં સરકારની કોવિડની ગાઇડલાઇનનો પ્રજા કરતા સૌથી વધારે ઉલ્લંઘન કર્યું હોય તો તે રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યાં મોટા જગાના નેતાઓ કે પ્રતિનિધી કોવિડની ગાઇડલાઇનુ ઉલ્લંઘન કરે ત્યારે તેની સામે કોઇ પણ કાર્યવાહી કરવાની હિમ્મત પોલીસ કે પ્રશાસન દાખવતુ નથી. સરકારના પ્રતિનિધીઓ કે મંત્રી પણ આ બાબતે કોઇ પ્રકારની ટીપ્પણી કરવા તૈયાર હોતા નથી. તેવામાં ફરી એક વખત સુરત ખાતે યોજાયેલો સી.આર પાટીલનો કાર્યક્રમ વિવાદમાં સપડાયો છે.

સુરતમાં કોરોનાની મહામારી દરમ્યાન તંત્ર દ્વારા આમ જનતાના લગ્ન પ્રસંગમાં જઈને 5 હજાર સુધીનો દંડ વસુલયો છે. તેમજ રોજના 1 હજાર રૂપિયા પણ નથી કમાતા એવા દુકાનદારો પાસેથી પણ તંત્રએ દંડ વસુલયો છે. એટલું તો ઠીક પણ કારમાં જઈ રહેલી ગર્ભવતી મહિલાને પણ પોલીસે ન છોડી દંડ વસુલાયો હતો. પરંતુ આ બધા કાયદાઓ માત્ર આમ જનતાને જ લાગુ પડે છે.

ભાજપ શાસકો કે નેતાઓને આ કાયદા લાગુ નથી પડતા તેનું ઉત્તમ ઉદાહરણ આ દ્રશ્યો છે. આ દ્રશ્યો સુરતના મજુરા વિધાનસભાના છે કે જ્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. અને પેજ કમિટી ઓળખ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો માસ્ક વગર ફરતા નજરે ચડ્યા હતા. તેમજ સી.આર.પાટીલને 182 ફૂટની ફૂલની માળા 182 કાર્યકર્તાઓ દ્વારા પહેરાવી સ્વાગત કરાયું હતું.

પાટીલ અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યા છે

સી.આર.પાટીલ જાણે કાયદાની ઉપર હોય અને તેમાં પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ હોય તો તેની સામે કાર્યવાહી કરવાની હિંમત પણ કોણ કરી શકે ? પાટીલે અગાઉ પણ સભા અને રેલીઓ યોજી છે. અને માસ્ક વગર ફરતા નજરે ચડ્યા છે. અને આજદિન સુધી તેઓની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આજે પણ કોઈ કાર્યવાહી થાય નહીં તો તેમાં કોઈ નવાઈની વાત નથી.

સુરતમાં પોલીસ કમિશનરનું જાહેરનામું છે

સુરત પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણના આગલા દિવસથી જાહેરનામું પ્રસિદ્ધ કરી 4 થી વધુ લોકોના ભેગા થવા, સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. પરંતુ આજે આ કાર્યક્રમમાં પોલીસ પણ મુકપેક્ષક બની રહી ગયી હતી. આ દ્રશ્યો બાદ પણ સુરત પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.

ખુદ નાયબ મુખ્યમંત્રીએ પણ નેતાઓને ભીડ ભેગી ન કરવા અપીલ કરી હતી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ નેતાઓને સૂચના આપીને કહ્યું હતું કે ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને નેતાઓ ભીડ ભેગી ન કરે. પણ સુરતમાં ખુદ તેઓની જ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેઓની વાતને ઘોળીને પી ગયા હતા. અને હજારોની સંખ્યામાં લોકોની ભીડ એકઠી કરી નિયમનો સરેઆમ ધજીયા ઉડાવી હતી.

ધારાસભ્ય હર્ષ સંઘવી પર નિયમોની ધજીયા ઉડાવવામાં બાકાત ન રહ્યા

પેજ પ્રમુખના કાર્ડ વિતરણ કાર્યક્રમ મજુરા વિધાનસભા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મજુરા વિધાનસભાના ધારાસભ્ય ખુદ હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. પરંતુ નેતાજી પણ કાયદાથી પોતાને ઉપર સમજતા હોય તેમ માસ્ક વગર લોકો સાથે ફોટા પડવતા નજરે ચડ્યા હતા. કોરોના સમયમાં લોકોને બે ગજની દુરી રાખવા અને માસ્ક પહેરવાની સલાહ આપતા તેમજ કોવિડ હોસ્પિટલમાં જઇ લોકોની સેવા કરીને ફોટા પડવતા હર્ષ સંઘવીને આજે કોઈ નિયમો યાદ ન રહ્યા અને આજે તેઓએ પણ નિયમની સરેઆમ ધજીયા ઉડાવી હતી.

કોરોનાનું સંક્રમણ વધે તો જવાબદાર કોણ ?

ઉલ્લેખનીય છે કે કોરોનાની સ્થિતિને લઈને સુરતમાં રાત્રી કફર્યું લાદવામાં આવ્યું છે. અને તેના કારણે લોકોના ધંધા રોજગાર પર અસર પણ જોવા મળી છે. ત્યારે આવી ભીડ ભેગી થયા બાદ સુરતમાં કોરોનાની સ્થિતિ વણસે તો જવાબદાર કોણ ? તે એક મોટો સવાલ છે. લોકોના જીવ જોખમમાં મુક્તા આવા નેતાઓ સામે કાર્યવાહી કેમ નથી થતી તે એક સવાલ છે. ઉપરાંત કફર્યું 10 વાગે લાગી જાય છે. 10 વાગ્યા બાદ લોકો પાસે દંડ ઉઘરાવી તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આ કાર્યક્રમ 10 વાગ્યા બાદ પણ ચાલુ રહ્યો હતો. અને પોલીસની હિંમત સુધા અહીં કાર્યવાહી કરવાની થઈ ન હતી

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud