મતદાનની તારીખો નજીક આવતા તમામ પાર્ટીઓ પુરજોશમાં પ્રચારમાં જોડાયા
સુરતમાં પાટીદારના ગઢમાં ભાજપા દ્વારા જંગી રેલીનું આયોજન કરાયું
સુરતમાં અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરાયું હતું
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો જોર શોરમાં ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. સુરતમાં બીજેપી દ્વારા પાટીદારોના ગઢમાં એક વાહન રેલીનું આયોજન કરી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ સુરતના ધારાસભ્ય જોડાયા હતા
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો ધમધમાટ જોર શોરમાં ચાલી રહ્યો છે. દરેક રાજકીય પક્ષો સ્ટાર પ્રચારકો સાથે ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. સુરતમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખાસ જંગ જામશે ત્યારે બીજેપી દ્વારા પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારમાં એક વિશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સરથાણા જકાતનાકાથી સવારે 8 વાગ્યે થઇ હતી. અને બપોરે 1 વાગ્યે પર્વત પાટિયા ખાતે પૂર્ણ થઇ હતી. આ રેલીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, તેમજ સુરતના ધારાસભ્યો અને ઉમેદવારો સાથે હજારો ની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. પાટીદારોના ગઢમાં ભાજપે આ રેલી કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું.
કોરોનાની ગાઈડ લાઈનના ધજાગરા ઉડ્યા
ભાજપ દ્વારા આ શક્તિ પ્રદર્શન કરી એક વિશાલ રેલી કાઢવામાં આવી હતી. પરંતુ આ રેલીમાં કોરોનાની ગાઈડ લાઈનના ધજાગરા ઉડ્યા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. તો કેટલીક બાઈક પર બે કરતા વધારે સભ્યો સવાર હતા. તેમજ મોટા ભાગના લોકોએ માસ્ક નાકની નીચે પહેર્યા હતા તો કેટલાક લોકોએ માસ્ક જ પહેર્યા ન હતા.
આ વિસ્તારોમાં રેલી ફરી હતી
સુરત કામરેજ રોડ પર શ્યામધામ મંદિરથી રેલી શરૂ થઈ ત્યારબાદ વરાછા મેઈન રોડ, હીરા બાગ સર્કલ, પુર્વી સોસાયટી, ઈન્દીરા નગર ચાર રસ્તા, ધરમનગર રોડ, જેરામ નગર ચાર રસ્તા, વલ્લભાચાર્ય રોડ, સરસ્વતી સર્કલ, મીની બજાર, સરદાર પ્રતિમા, શ્યામનગર મેઈન રોડ, લંબે હનુમાન રોડ, માતાવાડી, લાભેશ્વર ચોક, ઈશ્વર કૃપા સોસા., રેણુકા ભવન, સીતાનગર ચોક, બુટ ભવાની, કારગીલ ચોક, પુણા ગામ, સીતાનગર ચોક, રેશ્મા રો હાઉસ, બીઆરટીએસ રોડ, આઈ માતાચોક, કબુતર સર્કલ, પરવટ ગામ, પ્રિયંકા ટાઉનશીપ, પરવટ પાટિયા ખાતે સમાપન થયું હતું.
અગાઉ આમ આદમી પાર્ટીએ રોડ શો કર્યો હતો
પાટીદારોના ગઢમાં હજુ સુધી કોંગ્રેસે કોઈ રોડ શો કે ભવ્ય સભા કરી નથી. પરંતુ આજે ભાજપે અહી વિશાલ વાહન રેલી યોજી હતી. જો કે આ અગાઉ આમ આદમી પાર્ટીએ અહી રોડ શો યોજ્યો હતો. આમ આદમી પાર્ટીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ આ વિસ્તારમાં ભવ્ય રોડ શો કર્યો હતો. અને તેમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા. ત્યારે આગામી દિવસોમાં જનાદેશ શું આવે છે તે આવનારો સમય જ બતાવશે.