• કોઇ પણ ફરિયાદ કર્યા વગર 18 – 20 કલાક કામ કરતા ડોક્ટર્સ અને પેરામેડીકલ સ્ટાફની કામગીરીની સરાહના કરતા સી. આર. પાટીલ
  • સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સુવિધા માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી
  • સરકારને આંકડા છુપાવવાનું કોઈ કારણ નથી. આ આફત કુદરતી છે. – સી. આર. પાટીલ

Watchgujarat. સુરતની સિવિલ હોસ્પીટલમાં બનાવવામાં આવેલી કોવીડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તમામ માહિતી અને મદદ મળી રહે તે માટે હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવ્યો છે. આ હેલ્પ ડેસ્કની મુલાકાત સી.આર.પાટીલે લીધી હતી. અને હેલ્પ ડેસ્ક થકી થઇ રહેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો.

સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધ્યું છે. અને રોજના એક હજાર થી પણ વધુ કેસો સામે આવી રહ્યા છે. સિવિલ હોસ્પીટલમાં આવેલી કોવીડ હોસ્પીટલમાં દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે. ત્યારે દર્દીઓના પરિવારજનોને દર્દીઓ સાથે વાત કરવામાં, તેઓની સ્થિતિ જાણવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. જેથી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં એક હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવ્યો છે. આ હેલ્પ ડેસ્કની મુલાકાત સી.આર.પાટીલે લીધી હતી. અને હેલ્પ ડેસ્ક થકી થઇ રહેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવ્યું છે. જેમાં ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમાં દર્દીઓના સગાઓ જો દર્દીને કોઈ વસ્તુ પહોંચાડવા માંગતા હોય, દર્દી સાથે વાત કરવા માંગતા હોય, દર્દીઓની હાલની સ્થિતિ જાણવા માંગતા હોય તે તમામ માહિતી અહીંથી મેળવી શકશે. આ ઉપરાંત દર્દીઓને વસ્તુઓ પહોચાડ્યા બાદ તેનો ફોટો અને વિડીયો પણ દર્દીઓના સગાઓને પહોચાડવામાં આવશે.

રાજ્ય સરકાર કોવિડ 19ની જંગમાં તમામ પ્રયત્નો કરી રહી છે

સી.આર.પાટીલે કોવીડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવ્યો છે તેમાં કઈ રીતની કામગીરી થઇ રહી છે તેની માહિતી અને ચિતાર મેળવ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં પાટીલે જણાવ્યું હતું કે હું ડોક્ટર અને પેરામેડીકલ સ્ટાફને અભીનંદન આપું છું. તેઓએ કોઈ પણ ફરિયાદ વગર 18 થી 20 કલાક કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓએ આશા વ્યક્ત કરી હતી કે થોડા સમયમાં કોરોના પર કાબુ મેળવી શકીશું. રાજ્ય સરકાર કોવિડ 19ની જંગમાં તમામ પ્રયત્નો કરી રહી છે

સરકાર આંકડા છુપાવતી નથી, આ કુદરતી આફત છે – સી. આર. પાટીલ

સુરત અને ગુજરાતમાં સરકાર મોતના આંકડા છુપાવતા હોવાનો આક્ષેપ પણ થઇ રહ્યો છે. આ અંગે પાટીલે જણાવ્યું હતું કે સરકારને આંકડા છુપાવવાનું કોઈ કારણ નથી. આ આફત કુદરતી છે. સરકાર તમામ સાધનો કામે લગાડીને પ્રયત્નો કરી રહી છે.  કોરોના પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ થાય છે. પણ દરેક વ્યક્તિ કોરોનાને લઈને જ મોત થાય છે એવું નથી. પણ હાલમાં અંતિમવિધિ પ્રોટોકોલ પ્રમાણે અંતિમવિધિ થઇ રહી છે. એટલે આ ગેર સમજ ઉભી થઇ રહી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud