• વૃદ્ધ કોરોના પોઝીટીવ આવતા સરકારી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
  • વૃદ્ધના પુત્રને કોરોના પોઝીટીવ આવતા તે આઇસોલેટ થયો
  • હેલ્પ ડેસ્ક પરથી દર્દી જીવીત છે તેમ જણાવાતું હતું, આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ સત્ય બહાર આવ્યું

Watchgujarat. નવી સિવલ હોસ્પિટલમાં રેઢીયાળ કારભારનો નમુનો સામે આવ્યો છે. નવી સિવિલ હોસ્પીટલમાં દાખલ પિતાની પુત્રએ ત્રણ દિવસ સુધી શોધખોળ કરી હતી અને બાદમાં વૃદ્ધની લાશની પીએમ રૂમમાંથી મળી હતી. એટલું જ નહી વૃદ્ધને 9 એપ્રિલે દાખલ કરાયા હતા અને 12 તારીખે વૃદ્ધનું મોત થઇ ગયું હતું. પરંતુ પુત્રને 17 તારીખ સુધી વુર્દ્ધ દર્દી જીવિત છે તેવી માહિતી હોસ્પિટલ દ્વારા આપવામાં આવી રહી હતી.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ગોડાદરા વિસ્તારમાં રહેતા 66 વર્ષીય મહારાની દિન તિવારીને 9 એપ્રિલના રોજ કોવીડ હોસ્પીટલમાં 10 માં માળે દાખલ કરાયા હતા. બાદમાં 17 અને 22 મીએ તેમના ખબર અંતર હેલ્પ ડેસ્ક પરથી તેઓના પરિવારને મળતા રહ્યા હતા. અને તેઓ જીવિત છે તેવું કહેવાતું હતું. દરમ્યાન તેમનો પુત્ર સંજય તિવારી કોરોના સંક્મિત થતા અઈસોલેટ થયો હતો. ત્યારબાદ તેઓના પીતાનું કોઈ અપડેટ મળ્યું ન હતું. આઈસોલેશન પૂર્ણ થયા બાદ પુત્ર 27 મીએ સિવિલ હોસ્પીટલમાં આવ્યો ત્યારે પિતાની કોઈ માહિતી મળી ન હતી.

આખી હોસ્પીટલમાં શોધખોળ બાદ પણ પિતાની કોઈ ભાળ કે યોગ્ય જવાબ આપવાને બદલે સિવિલ તંત્રએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા પુત્ર ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ કરવા પહોચ્યો હતો. ત્યાંથી કહેવાયું કે ફરી એક વાર હોસ્પીટલમાં ચેક કરો અને પિતા ન મળે તો અહી આવજો.ફરી હોસ્પીટલમાં તપાસ કરવા છતાં પિતાનો પતો નહી મળતા તે ફરી પોલીસ મથકે પહોચ્યો હતો.

મુતક વ્યક્તિનો ફોટો બતાવતા તે પિતાનો ફોટો નીકળ્યો

બાદમાં સાંજે પોલીસે એક મુતક વ્યક્તિનો ફોટો બતાવ્યો હતો. તે સંજયના પિતા મહારાની દિન તિવારીનો હતો. તેમનું મૃત્યુ 12 મીના રોજ થઇ ગયું હતું. મૃતદેહ પર નામના ટેગના બદલે અજણ્યા મૃતદેહનું ટેગ હતું. સંજયને પિતાના મૃત્યુની જાણ થયા બાદ સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારા પિતાનો મૃતદેહ આવીને લઇ જજો. પુત્રને 20 દિવસ બાદ પિતાનો મૃતદેહ પીએમ રૂમમાંથી મળ્યો અને તે પણ અજાણ્યા મૃતદેહના ટેગ સાથે. જો કે આ ઘટના બાદ પુત્રએ પિતાનો મૃતદેહ લઈને અંતિમવિધિ માટે લઇ ગયો હતો.

તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ

આ ઘટનામાં બોડી મેનેજમેન્ટ કરવાની કામગીરી કરતા કર્મચારીઓએ અજાણ્યા દર્દી તરીકે તેમનો મૃતદેહ પેક કરી પોસ્ટમોર્ટમ રૂમમાં મુકી દીધો હોવાનું સામે આવ્યું છે. અને આ એક ગંભીર બેદરકારી હોસ્પિટલની કહી શકાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud