સુરત ખાતે યોજાયેલી બોડી બિલ્ડીંગ કોમ્પીટીશનમાં માર્કસ આપવા મામલે ભારે બોલાચાલી થઇ
સમર્થકોએ આવેશમાં આવીને બેસવા માટે મુકેલી ખુરશીઓ ઉછાળી
કોમ્પીટીશનમાં ધાંધલીની વાત ફેલાતા આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો
WatchGujarat. રાંદેરમાં આયોજિત ડિસ્ટ્રીકટ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં બબાલ થઈ હોવાના વીડિયો વાઇરલ થયા છે. એટલું જ નહીં પણ ચેમ્પિયન બનનાર બોડી બિલ્ડરને પોઇન્ટ્સ આપવા મામલે મામલો બીચકાયો હોવાનું સામે આવ્યું છે. ડિસ્ટ્રીકટ બોડી બિલ્ડીંગ (SBBA) એસોસિયેશન સામે વીડિયોમાં ગંભીર આક્ષેપો કરાયા છે. માર્કસ આપવામાં ગેરરીતી થતી હોવાનો આરોપ પણ લાગ્યા હોવાનું સામે આવ્યું છે.
https://twitter.com/WatchGujarat/status/1366381921807126540?s=20
સોશિયલ મીડિયામાં વિડીયો વાઈરલ થયા બાદ બોડી બીલડીગ એસો. સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. જોકે હજી સુધી આ વીડિયો ને લઈ બોડી બીલડીગ એસો. દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. સ્પર્ધામાં ભાગ લેનાર બોડી બિલ્ડર ઇમરાન નું કહેવું છે કે, જજીસ પેનલ બિન અનુભવી, સર્ટિફીકેશન વગરની અને સરકાર માન્ય ન હોવાને કારણે આવી ચૂક થઈ હોવાનું કહી શકાય છે.
ઇમરાને મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત ના રાંદેર સ્થિત SBBA દ્વારા મિ. સુરત અને મેન ફિઝિક્સ અને કલાસિક ફિઝિકિસ એમ ત્રણ કેટેગરી માટે બોડી બીલડીગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં લગભગ સુરતના 110 બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો. ત્રણેય કેટેગરી માંથી એટલે મેન ફિઝિકિસ અને કલાસિક ફિઝિક્સ માંથી 10-10 અને બોડી બીલડીગ કેટેગરીમાંથી 12 પહેલવાનો ની પસંદગી કરાઇ હતી.
વધુમાં જણાવ્યું હતું કે ,આ તમામ ટેકેગરીના ફાઇનલ રાઉન્ડમાં એક એક ચેમ્પિયન ની પસંદગી નો રાઉન્ડ શરૂ થયો હતો. આખરે બોડી બિલ્ડીંગ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ના રાઉન્ડ માં સિમિટ્રી, પરફોર્મન્સ, કન્ડિશન, મસલ્સ વગેરે સાથે ઓવરરોલ જોવાતું હોય છે. ત્યારે જાજીસ પેનલ દ્વારા ધીરજ ડાબેકર ને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન જાહેર કરાતાની સાથે જ લોકોએ હોબાળો મચાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.
એટલું જ નહીં પણ રોષે ભરાયેલા લોકોએ ખુરશીઓ ઉછાળી તોડી નાખી હતી. લોકો નું કહેવું હતું કે ધીરજ ડાબેકર ને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બનાવવા પાછળ જજીસ નો બિન અનુભવ કહી શકાય છે. જોકે આ બાબતે એસો. એ ચુપકીદી સેવા લેતા ચર્ચા નો વિષય ઉભો થયો છે.