• અગાઉ દવાની કાળા બજારી, બોગસ કોરોના રિપોર્ટ, સહિતના કિસ્સાઓ સામે આવ્યા હતા
  • વેક્સીન લેવા માટે દંપત્તિએ રજીસ્ટ્રેશ કરાવ્યા બાદ સીધુ તેમનું સર્ટીફીકેટ ઇશ્યુ કરાતા તેઓ ચોંક્યા
  • એક પછી એક ત્રણ કિસ્સાઓ સામે આવતા તંત્ર એક્શનમાં આવ્યું અને તપાસ શરૂ કરી

WatchGujarat. સુરતમાં વેક્સીનને લઈ કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વેક્સિન લીધા વગર જ લોકો પાસે વેક્સિન લીધી હોવાના સર્ટિફિકેટ આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં ત્રણ એવા કિસ્સા સામે આવી ચૂક્યા છે. પહેલો કેસ શનિવારે આવ્યો હતો, ત્યારબાદ રવિવારે બે વધુ કિસ્સા સામે આવ્યાં છે. જેમાં વરિષ્ઠ દંપતિએ રસી લીધી ન હોવા છતાં તેમણે રસી લઈ લીધી હોવાના સર્ટિફિકેટ આપી દેવાયા છે. આમ, રસી મુકવાની કામગીરી સામે અનેક સવાલો ખડા કરે તેવી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

કોરોના કાળમાં દેશવાસીઓએ અનેક ચોંકાવનારા કિસ્સા જોયા હતા. અગાઉ વિદેશ અથવા તો અન્ય રાજ્યમાં જતા લોકોનો કોરોના રિપોર્ટ ફરજિયાત કરાવાતા લેબોરેટરી સંચાલકો પૈસા લઇને નેગેટીવ રીપોર્ટ આપ્યાના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યાર બાદ કોરોનાના દર્દીના સારવાર માટે વપરાતી જીવન રક્ષક દવાઓનું કાળા બજાર કરવામાં આવ્યાના કિસ્સાઓ સામે આવ્યા હતા. તાજેતરમાં વડોદરામાં હોસ્પિટલ દ્વારા દર્દીનો વિમો પકવવા માટે બોગસ કોવિડ રિપોર્ટના આધારે મેડી ક્લેઇમ ફાઇલ કર્યાનો કિસ્સો પણ સામે આવ્યો હતો. આમ, કોરોના કાળમાં અનેક રીતે લોકોએ લાભ લેવા માટે વ્યવસ્થાનો દુરઉપયોગ કર્યો હતો. જેને સમયસર ડામવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હતું. જો કે, હાલ કોરોના વેક્સીન આપવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે પણ ચોંકાવનારા કિસ્સાઓ સામે આવવાનો સિલસિલો યથાવત જ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,  સિનિયર સિટીઝને NGO મારફતે નોંધણી કરાવી હતી. તેઓ બમરોલી હેલ્થ સેન્ટરમાં 13 માર્ચે વેક્સિન લેવા જાય તે પહેલા જ તેમને રસી લઈ લીધી હોવાના સર્ટિફિકેટ મળતા ચોંકી ગયા હતા. મામલામાં અત્યંત ચોંકાવનારી વાત તો એ છે કે, વેક્સિન મુકનારમાં નર્સ મનીષા ગોહિલના નામનો ઉલ્લેખ છે. પરંતુ હકીકતે આ નર્સ બે મહીનાથી રજા પર છે. આ ગોટાળો સામે આવ્યા બાદ તંત્ર પણ મુંવણમાં મુકાયું હતું. અને તે લોકો પણ પણ સમજી નથી શકતા કે આ ગરબડ ક્યાંથી થઈ રહી છે. એક પછી એક એમ ત્રણેક કિસ્સા સામે આવી જતાં આખરે પાલિકાની ટીમ તપાસ શરૂ કરી છે.

જો આ જ રીતે કોરોનાની વેક્સીનને લઇને છબરડા થતા રહેશે તો સરકાર દ્વારા કરવામાં આવતી વેક્સીનેશન ડ્રાઇવમાં ચોક્કસ સફળતા નહિ મળે. આ પ્રકારની ઘટનાઓ સામે ત્વરિત તપાસ કરીને સંબંધિત જવાબદારો સામે દાખલો બેસાડે તેવી કાર્યવાહી કરવી જોઇએ.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud