• મોરબી પોલીસે રેમડેસિવિરની કાળાબજારી કરતા ઇસમોને પકડ્યા બાદથી તપાસ શરૂ થઇ
  • મોરબીથી તપાસનું પગેરૂ અમદાવાદ પહોંચ્યું ત્યાં વધુ તપાસ કરતા પોલીસની ટીમે સુરત સુધી દોર લંબાવ્યો
  • સુરત પાસે ફાર્મ હાઉસમાં ચાલતી હતી નકલી રેમડેસિવિર બનાવવાની ફેક્ટરી
  • પોલીસે કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે પાંચની ધરપકડ કરી, બે ફરાર
  • અમદાવાદ મોકલવામાં આવેલો નકલી રેમડેસિવિલનો જથ્થો મુકી કાર ડ્રાઇવર ફરાર

Watchgujarat. મોરબીમાંથી પકડી પાડવામાં આવેલા નકલી રેમડેસિવિર ઇન્જેક્શનના કેસમાં વધુ તપાસ કરતા આજે પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઇ હતી. મોરબીમાં પકડાયેલા ઇન્જેક્શનનું પગેરૂ શોધતા પોલીસ સુરત ખાતે બનતા નકલી રેમડેસિવિર ઇન્જેક્શનની ફેક્ટરી સુધી પહોંચી હતી. પોલીસે પાંચ આરોપી સહિત કુલ રૂ. 2.73 કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. પોલીસના પ્રાથમિક તપાસમાં વાત બહાર આવી હતી કે, ભેજાબાજો દ્વારા નકલી રેમડેસિવિર ઇન્જેક્શનની બોટલમાં ગ્લુકોઝ અને મીઠુ ક્રશ કરીને ભરતા હતા. માનવતાને નેવે મુકીને પૈસા કમાવવાની લાલચે ભેજાબાજોએ કોરોનાના કપરા કાળમાં લોકોની જીવ સાથે ચેડા કરવાનો ગંભીર ગુનો આચર્યો છે.

હાલ રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. કોરોના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છેય. કોરોના પોઝીટીવ કેસો વધતા રાજ્યમાં જીવન રક્ષક ગણાતા રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે. હાલ રાજ્યભરમાં રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત જોવા મળી રહી છે. તેવા સમયે લોકોના જીવ સાથે ગંભીર ચેડા કરવા માટે લોભિયાઓ બનાવટી રેમડેસિવિર ઇન્જેક્શન લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવીને ઉંચાભાવે વેચી રહ્યા છે. સમગ્ર ઘટના અંગે જાણ થતા રાજકોટ એસપી એક્શનમાં આવ્યા હતા. અને રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા લોકો સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

પોલીસે મોરબી શક્તિ ચેમ્બર્સ, – 02 પાછળ આવેલી ક્રિષ્ણા ચેમ્બરમાં  ઓમ એન્ટીક ઝોનમાં બાતમીના આધારે તપાસ કરી હતી. તપાસમાં લોકોને લુંટવાના બહાને ઉંચાભાવે રેમડેસિવિર ઇન્જેક્શન વેચતા રાહુલ કોટેચા અને રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઇ હિરાણીની 41  રેમડેસિવિર ઇન્જેક્શન સાથે ધરપકડ કરી હતી. બંનેની પુછપરછ કરતા તેઓ આ ઇન્જેક્શન આશીફભાઇ (રહે. જુહાપુરા) પાસેથી મેળવ્યા હોવાનું જણાવ્યું હતું.

પોલીસે અમદાવાદ ખાતે ટીમ રવાના કરી ડીસીબી પોલીસની મદદથી જુહાપુરા ખાતે રેડ કરી હતી. રેડમાં સપ્લાયર મહંમદઆશીમ ઉર્ફે આશીફ તથા રમીશ કાદરીના ઘરેથી 1,117 નકલી રેમડેસિવિર ઇન્જેક્શન પકડી પાડ્યા હતા. બંને આરોપીઓની અમદાવાદ ખાતે પુછપરછ કરતા ઇન્જેક્શન સુરતના કૌશલ વોરા પાસેથી લાવતા હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાત મામલાની તપાસ કરતી ટીમને સુરત ખાતે વધુ તપાસ આર્થે મોકલી આપવામાં આવી હતી. જ્યારે અન્ય એક ટીમને ઇન્જેક્શનની તપાસ માટે રોકી રાખવામાં આવી હતી.

સુરત ખાતે ગયેલી ટીમને બાતમી મળી કૌશલ વોરા સુરત જિલ્લાના ઓલપાડ ગામે એક ફાર્મહાઉસ ભાડે રાખીને ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાનું કામ કરતો હતો. તપાસની ટીમે સુરત ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખીને રેડ કરી હતી. રેડમાં કૌશલ મહેન્દ્રભાઇ વોરા (રહે- અડાજણ, સુરત) અને પુનિત ગુણવંતલાલ શાહ (રહે- મુંબઇ થાણે) સહિત પાંચ લોકોની ઘરપકડ કરી હતી. પોલીસે રેડ કરતા ફાર્મ હાઉસમાં ધમધમતી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી ફેક્ટરીમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે ફાર્મ હાઉસની તપાસ કરતા ઇન્જેક્શન, રોકડા રૂપિયા, લેપટોપ, વજન કાંટો, રેમડેસિવિર ઇન્જેક્શનના સ્ટીકરો, અને ઇનોવા કાર સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબ્જો કર્યો હતો.

પોલીસની કામગીરી દરમિ.ન કૌશલ દ્વારા અમદાવાદ ખાતે મોકલવામાં આવેલા નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પોલીસની બીજી ટીમે પકડી પાડ્યો હતો. કૌશલે ભાડાની ગાડીમાં સીરાજ ખાન ઉર્ફે રાજુ પઠાણ સાથે રેમડેસિવિર ઇન્જેક્શ મોકલાવ્યા હતા. જેની જાણ થતા તે રૂ. 96 લાખના 2 હજાર ઇન્જેક્શન મુકીને નાસી ગયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

કેવી રીતે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવામાં આવતા હતા

કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવતા રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે માંગ ઉઠી છે. તેવા સમયે પૈસા કમાવવા માટે આરોપીઓ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનની બોટલમાં ગ્લુકોઝ અને મીઠુ ક્રશ કરીને નાખતા હોવાનું પોલીસના પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આરોપીઓએ કોરોનાના કટોકરી ભર્યા કાળમાં પણ પૈસાની ભુખ સંતોષવા માટે આ રસ્તો અપનાવ્યો હતો.

કેટલા આરોપી પકડાયા

રાહુલ અશ્વિનભાઇ કોટેચા / લુવાણા – રહે – રવાપરગામ ધુંનડારોડ, લોટસ – 02 તા.જુ. મોરબી

રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઇ હીરાણી / લુવાણા – રહે – મોરબી નવલખી રોડ, સેન્ટમેરી સ્કુલ પાસે

મહંમદ આશીમ ઉર્ફે મહંમદ આશીફ મહંમદ અબ્બાસભાઇ પટણી – રહે – અમદાવાદ જુહાપુરા

રમીઝભાઇ સૈયદહુસેન કાદરી – રહે – જુહાપુરા વેજલપુર, શરીફાબાદ સોસાયટી

કૌશલભાઇ મહેન્દ્રભાઇ વોરા / જૈન – સુરત 216 ગ્રીન ઓડીના આનંદમહેલ રોડ, અડાજણ

પુનિત ગુણવંતલાલ શાહ / જૈન – મુંબઇ બી – 1 પુનમ ક્લસ્ટર – 01 બાલાજી હોટલ પાસે

પકડવાના બાકી આરોપીઓનું નામ

સીરાજખાન ઉર્ફે રાજુ મુસીરખાન પઠાણ – રહે – કતારગામ સુરત

કલ્પેશ કુમાર મોહનભાઇ પ્રજાપતી – રહે  ભરૂચ મચ્છીવાડ શુક્લતીર્થ

પોલીસે રેડમાં શું રીકવર કર્યું

ભેળસેળ યુક્ત નકલી રેમડેસિવિર ઇન્જેક્શન નં – 3371 કિં. 1.61 કરોડ

ઇન્જેક્શ વેચાણના રૂ. 90. 27 લાખ રોકડા

મોબાઇલ – નં 09 – કિં. રૂ. 1.50 લાખ

ખાલી શીશીઓ – નં 63,138 – રૂ. 7.57 લાખ

બુચ – નં 63,138 – રૂ. 1.89 લાખ

લેપટોપ – રૂ. 1.75 લાખ

ગ્લુકોઝ પાવડર – રૂ 8 હજાર

રેમડેસિવિર ઇન્જેક્શન લખેલા સ્ટીકર – કિં. 78 હજાર

વનજકાંટા – રૂ. 3,6

ઇનોવા કાર – રૂ. 8 લાખ

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud