• કોરોના કર્ફ્યુમાં નિયમોનું ઉલ્લંઘન થવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા
  • મોડી રાતે કેક મૂકીને ઉજવણી કરતો બુટલેગરનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી
  • ઉધના પોલીસે વીડિયોમાં કેક કાપતા નજરે પડેલા હેમંત સહિત ત્રણ વ્યક્તિઓની જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરી

Watchgujara. સુરતમાં એક તરફ કોરોનાને લઈને કડક નિયંત્રણો લાગુ કરાયા છે. આ બધા વચ્ચે હવે કફર્યુ અને જાહેરનામાંનો ભંગ કરી લોકો જન્મદિવસની ઉજવણી કરતા હોય તેવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે. અને આવો જ એક વધુ વિડીયો વાયરલ થયો છે. હેમંત પીયો ઉર્ફે માંજરો નામના શખ્સનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં જાહેરમાં મોડી રાતે કેક મૂકીને ઉજવણી કરતો દેખાઈ રહ્યો છે.ભાઠેના વિસ્તારમાં આ યુવાન દારૂનો ધંધો કરતો હોવાની પણ માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે.

સુરતમાં એક તરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. જેને લઈને કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ આ બધા વચ્ચે નિયમને નેવે મૂકી લોકો  જાણે કાયદાનો કોઈને ભય ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હેમંત પીયો ઉર્ફે માંજરો નામના શખ્સનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં જાહેરમાં મોડી રાતે કેક મૂકીને ઉજવણી કરતો દેખાઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વચ્ચે રાત્રિ કર્ફૂયુ છે. સાથે જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જાહેરમાં કોઈએ પોતાના જન્મ દિવસની ઉજવણી કરવી નહીં ,છતાં પણ આ લોકો બેખોફ થઈને યુવાનો સેલિબ્રેશન કરતા જોવા મળી રહ્યા છે.

જેની સામે પોલીસ છાસવારે પગલાં પણ લેતી હોય છે.વીડિયોમાં દેખાતો યુવક હેમંત પિયા ઉર્ફે માંજરો હોવાનું જાણવા મળ્યું છે. ભાઠેના વિસ્તારમાં આ યુવાન દારૂનો ધંધો કરતો હોવાની પણ માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે. દારૂનો ધંધો કરતો યુવાન કાયદાનો કોઈ પણ ડર રાખતો ન હોય તે રીતે જન્મદિવસની ઉજવણી કરતો હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

જન્મદિવસની ઉજવણી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ઉધના પોલીસ હરકતમાં અને વીડિયોમાં કેક કાપતા નજરે પડેલા હેમંત સહિત ત્રણ વ્યક્તિઓને ઉધના પોલીસે જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરી છે .અને પાંચ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. વોન્ટેડ આરોપીઓની હાલ ઉધના પોલીસ શોધખોળ કરી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud