દારૂની હેરફેર અને સંગ્રહ કરવા માટે હવે લક્ઝુરીયર કારનો ઉપયોગ કરતા બુટલેગરો
અડાજણમાં પોલીસે દારૂ ભરેલી મર્સિડીઝ કાર કબ્જે કરી
સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીના નામ વાળી નંબર પ્લેટ વાળી કારમાંથી દારૂની બોટલો મળી આવતા પોલીસ ચોંકી
WatchGujarat. સામાન્ય રીતે બુટલેગરો દારૂની હેરફેર કરવા માટે ટેમ્પો ટ્રક જેવા મોટા વાહનોનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ હવે સમય સાથે દારૂની હેરફેર કરવાની રીત પણ બદલાઇ છે. અને લાખોની કિંમત ધરાવતી લક્ઝુરીયસ કારનો પણ ઉપયોગ દારૂની હેરફેરમાં થઇ શકે છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
https://youtu.be/KOSSJcTUDbw
અડાજણમાં પોલીસે દારૂ ભરેલી મર્સિડીઝ કાર કબજે કરી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. કાર પર ભારતીય જનતા પાર્ટી લખેલું છે. અડાજણ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર અડાજણ પોલીસ સ્ટેશનના જમાદાર સમીર નટવરલાલને માહિતી મળી હતી કે પાલનપુર નહેર પર રોયલ ટાઈટેનીયમ બિલ્ડિંગની નીચે એક મર્સિડીઝ કારમાં દારૂ છે. તેથી પોલીસે સ્થળ પર જઈને કારની તલાશી લેતા કારમાંથી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 48 બોટલો મળી આવી હતી. તેની કિંમત 28,800 રૂપિયા થાય છે.
પોલીસે કાર સાથે આરોપી રાકેશ હીરાભાઈ ચૌહાણ(રહે. આંબેડકર આવાસ,કેનાલ રોડ,ઉગત) ઝડપાઈ ગયો હતો. પોલીસે દારૂ અને 15 લાખ રૂપિયાની કિંમતની કાર કબજે કરી હતી. કાર પર ભારતીય જનતા પાર્ટી લખ્યું હતું. આ દારૂ ભરત ઉર્ફ બોબડાએ આપ્યો હતો. તેથી પોલીસે રાકેશ અને ભરત વિરુદ્ધ ગુનો દાખલ કરીને ભરતને વાન્ટેડ બતાવ્યો છે. આ કાર રાકેશના મિત્ર ચિરાગ સોનાલીયાની છે.
સુત્રના જણાવ્યા પ્રમાણે સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીના નામ અને સિમ્બોલ લગાડેલી કારમાં દારૂ કોની માટે લાવીને મુકવામાં આવ્યો હતો, શું આ બોટલો કારના માલિક માટે લવાઇ હતી અથાતો તેના કોઇ મળતીયાને લવાઇ હતી તે દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.