• પાંડેસરામાં યુવક મહિલાઓ પાછળ નગ્ન થઈને દોડતો હતો, અને લોકોના વાહનો રોકી ચાવી કાઢી લેતો
  • બનાવની જાણ 108 ને કરાતા તે ઘટના સ્થળે દોડી આવી
  • ગ્રેજ્યુએટ દીકરો રોજગારીની શોધમાં આવ્યો હતો.પરંતુ અહીંયા તે નશા અને ગાંજાનો બંધાણી થઈ ગયો – યુવકની માતા
  • સુરત મેં દોસ્તો કે સાથ રહકર મેરા બેટા નશેડી બન ગયા, હમારા એક હી સહારા હૈ – પિતા

Watchgujarat. નશાની લત લાગી જાય તો લોકોની શુ હાલત થાય છે તેનું ઉદાહરણ સામે આવ્યું છે. સુરતમાં નશાની લત લાગી જતા યુવક રઘવાયો બની ગયો હતો અને જાણે માનસિક બની ગયો હોય તેમ મહિલાઓ પાછળ, અને લોકોની પાછળ દોડતો હતો. જો કે આખરે તેને બાંધીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવક મહિલાઓ પાછળ નગ્ન થઈને દોડતો હતો, લોકોના વાહનો રોકી ચાવી કાઢી લેતો હતો ત્યારબાદ તે પોલીસ ચોકીમાં ઘુસી ગયો હતો. અને આખરે ઘરે જઈને ધમાલ કરતો હતો. આ બનાવની જાણ 108 ને કરાતા તે ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યાં જઈને જોયું તો યુવક ઘરમાં ધમાલ મચાવી રહ્યો હતો અને તેને રૂમમાં પુરી રાખ્યો હતો. 108 ના તબીબોએ તેને સમજાવી રૂમની બહાર કાઢ્યો હતો અને બાદમાં તેને બાંધીને 108માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા

યુવક નશાનો બંધાણી થઈ ગયો હતો

યુવકના માતા પિતાએ મીડિયા સાથે વાત કરતા જણાવાયું હતું કે, તેઓ કલકત્તાના રહેવાસી છે. અને 1 મહિના અગાઉ સુરતમાં રહેતા દીકરાને જોવા આવ્યા હતા. પરંતુ દીકરાની આવી હાલત થઈ ગયી છે. ગ્રેજ્યુએટ દીકરો રોજગારીની શોધમાં આવ્યો હતો.પરંતુ અહીંયા તે નશા અને ગાંજાનો બંધાણી થઈ ગયો છે.

વૃદ્ધ પિતાએ ઉમેર્યું હતું કે, સુરત મેં દોસ્તો કે સાથ રહકર મેરા બેટા નશેડી બન ગયા, હમારા એક હી સહારા હૈ, સાહેબ હમ તો એક મહિને કે લિયે બેટે કે પાસ રહને આયે થે, યહાં તો તસવીર હી કુછ અલગ હૈ, યે ક્યા હાલ બના દીયા બેટે ને, કહી પોતાની વ્યથા વ્યક્ત કરતા ડોક્ટરો પણ વિચારમાં પડી ગયા હતા.

ડોકટરો સામે માતા-પિતા રડી પડ્યા

કોલકત્તાવાસી વૃદ્ધ માતા-પિતાની વ્યથાએ સિવિલના ડોક્ટરોને પણ વિચારતા કરી દીધા છે. યુવક નશાનો આદી હતો અને રોજના જથ્થા બંધ ગાંજાનું સેવન કરી રહ્યો હતો. લોકડાઉનને લઈ નશો નહિ મળતા એની આવી હાલત થઈ હોય શકે છે. નવાઈની વાત એ છે એકના એક દીકરાની આવી હાલત જોઈ વતન કોલકોત્તાથી આવેલા માતા-પિતા ચોધાર આંસુએ રડવા મજબુર બન્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud