• સુરતમાં નો પાર્કિંગ ઝોનમાં વાહનો જપ્ત કરવાની કાર્યવાહી રવિવારે પણ ચાલુ રહી
  • યુવકનું મોટેડ ટોઇંગ કરતા રસ્તા પર સર્જાયો હાઇ વોલ્ટેજ ડ્રામા
  • ક્રેન વાળા જોડે માથાકુટ બાદ કંઇ ન થતા, યુવકે રસ્તા પર સુઇ જઇને મચાવ્યો હોબાળો
  • આખરે પોલીસે પીસીઆર વાન બોલાવી યુવકની ટીંગાટોળી કરી તેને પોલીસ સ્ટેશન મોકલી આપ્યો

Watchgujarat. સુરતના ઉધના વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા યુવકની મોપેડ ટોઈંગ કરવામાં આવી હતી. જેથી  રોડ પર સુઈ જઈને જાહેરમાં હોબાળો મચાવ્યો હતો. અને મને ચક્કર બહુ આવે છે તેમ કહીને રસ્તા પર જોરથી બુમો પાડતો હતો. જેને લઇને લોકટોળા એકત્ર થયા હતા. જો કે, બાદમાં પોલીસની પી.સી.આર.વાન બોલાવી યુવકને પોલીસ મથકે લઇ જવાયો હતો.

ઘટના અંગે મળતી માહિતી મુજબ, સુરતના ઉધના સ્થિત સેવા હોસ્પિટલ નજીકથી ટ્રાફિક પોલીસે નો પાર્કિંગમાં પાર્ક એક મોપેડ ટોઈંગ કરી હતી. જેથી મોપેડ માલિક ત્યાં ક્રેઇન પાસે આવી પહોંચ્યો હતો. અને ક્રેનના કર્મચારીઓ સાથે માથાકૂટ શરૂ કરી દીધી હતી. જો કે, ત્યાર બાદ ક્રેનના કર્મચારીઓ કોઇ દાદ ન અપાતા યુવક ક્રેઇનની આગળ રસ્તા પર સુઈ જઈને હોબાળો મચાવ્યો હતો. યુવકના ડ્રામાને પગલે આસપાસ લોકટોળા એકત્ર થયા હતા. અને યુવક રસ્તા પર સુઇ જઇને મને બહું ચક્કર આવે છે. તેવું જણાવી રહ્યો હતો. જો કે આ ઘટના બાદ હાજર પોલીસ કર્મીઓએ સમગ્ર મામલે કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસની પી.સી.આર.વાન ઘટના સ્થળે દોડી આવી હતી.

ત્યાર બાદ યુવકને પોલીસ કર્મીઓએ ઉભો થવા જણાવ્યું હતું. પરંતુ યુવકે કોઇની વાત ન સાંભળીને મને બહુ ચક્કર આવે છે તે વાતનું રટણ ચાલુ રાખ્યું હતું. આખરે હાજર કર્મીઓએ યુવકને ટીંગાટોળી કરી પી.સી.આર વાનમાં બેસાડી પોલીસ મથકે મોકલી આપવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

પોલીસ કડક કાર્યવાહી કરી શકે છે

યુવકે આ રીતે રોડ પર સુઈને હોબાળો મચાવતા એક તબક્કે પોલીસ પણ અચરજમાં મુકાઈ ગઇ હતી. અને ત્યાં લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. જેથી પોલીસે ના છૂટકે  યુવકને ટીંગાટોળી કરી પી.સી.આર વાનમાં બેસાડી પોલીસ મથકે લઇ જવાયો હતો. જ્યાં યુવક સામે પોલીસ ફરજમાં રુકાવટનો ગુનો નોંધવા સુધીની કડક કાર્યવાહી કરી શકે છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud