• યુવતીના મોર્ફ કરેલા બીભત્સ ફોટા તેણીની બહેન અને મિત્રને શોશ્યલ મીડિયામાં કોઈ અજાણ્યા ઇસમેં મોકલતા ફરિયાદ નોંધાઈ
  • પોલીસે તપાસ કરતા આરોપી તેણીની બેહનનો મિત્ર નીકળ્યો

#Surat - યુવતિ સાથે ફ્રેન્ડશીપ કરવા માટે બનાવટી અશ્લીલ ફોટો વાઇરલ કરનાર રોમીયો ઝડપાયો

WatchGujarat. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી યુવતીના કોઈ અજાણ્યા ઇસમેં મોર્ફ કરેલા બીભત્સ ફોટા વાયરલ કર્યા હતા. અને ધમકીઓ આપી હતી. આ મામલે યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ કરતા આરોપી તેણીની બેહનનો મિત્ર નીકળ્યો હતો. અને યુવતી સાથે મિત્રતા કેળવવા તેણે આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું. #યુવતિ

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી યુવતીના મોર્ફ કરેલા બીભત્સ ફોટા તેણીની બહેન અને મિત્રને શોશ્યલ મીડિયામાં કોઈ અજાણ્યા ઇસમેં મોકલ્યા હતા. આ અંગે યુવતીને જાણ થઇ હતી. જેથી તેણીએ આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. અને આખરે આરોપીને ઝડપી પાડ્યો હતો. #યુવતિ

પોલીસ તપાસમાં આરોપી અન્ય કોઈ નહિ પરંતુ યુવતીની બહેનનો મિત્ર નીકળ્યો હતો. આરોપીનું નામ સ્મિત જીતુ અધેરા છે અને તે વરાછા વિસ્તારમાં રહે છે. પૂછપરછમાં સ્મિતે જણાવ્યું કે મોર્ફ ફોટો તેને મોકલીશ એટલે તે મારી પાસે આવશે અને હું તેને ડિલીટ કરી દઈશ. જેથી યુવતીની નાની બહેન સાથે મિત્રતા કેળવાય. આવું કરવા જતા તે ભેરવાયો છે. સ્મિતે મોર્ફ કરેલા યુવતીના ફોટો મોબાઇલથી 23મી નવેમ્બરે મોકલ્યા હતા. વધુમાં ઝડપાયેલો આરોપી કોલેજમાં અભ્યાસ કરે છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી તેણે અગાઉ આવું કોઈ કૃત્ય કરેલ છે કે નહિ તે મામલે તપાસ શરૂ કરી છે.

More #યુવતિ #Boy #viral #morph #photo #of girl #friends #Suratnews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud