• યુવતીના પરિવારજનોના પણ કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં માતા અને બહેન કોરોના પોઝિટિવ આવ્યાં છે.
  • યુવતિને અલગ વોર્ડમાં રાખવામાં આવી, તેના સેમ્પલ વધુ ચકાસણી કરવામ માટે પુણાની વાયરોલોજીની લેબમાં મોકલવામાં આવ્યા

#Surat - કોરોનાના નવા સ્ટ્રેનનો રાજ્યમાં પ્રથમ શંકાસ્પદ કેસ : ઇંગલેન્ડથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ

WatchGujarat. કોરોના મહમામારીનું જોર ઘટે ત્યાં બ્રિટનના નવા સ્ટ્રેને દેશભરમાં ફફડાટ ફેલાયો છે. જેના કારણે વિદેશથી આવતા તમામ લોકોની કડક તબીબી ચકાસણી કરવામાં છે. ત્યારે  ઇંગલેન્ડથી હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત આવતા તેને અલગ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે, યુવતી ક્રિસમસ વેકેશનની રજાઓ હોવાને કારણે 10 ડિસેમ્બરના રોજ દિલ્હી થઇ સુરત આવી આવી હતી. ત્યાર બાદ યુવતી 20 ડિસેમ્બરના રોજ બ્રિટન જવા માટે જવાની હતી. તે માટે તે દિલ્હી એરપોર્ટ પણ પહોંચી હતી. પરંતુ બ્રિટનમાં કોરોનાની નવી સ્ટ્રેન સામે આવતા તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જેને કરાણે યુવતી પરત સુરત આવી હતી. આ અંગેની માહિતી તંત્રને મળતા તંત્ર એક્શનમાં આવ્યું હતું. તપાસ દરમિયાન યુવતીમાં બ્રિટનના નવા સ્ટ્રેનના લક્ષણો દેખાયા હતા. યુવતી સાથે ઘરમાં રહેતી તેની બહેન, માતા અને પિતાના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં માતા અને બહેન કોરોના પોઝિટિવ આવ્યાં છે.

યુવતીને અલગ વોર્ડમાં રાખવામાં આવી

બ્રિટનથી સુરત આવેલી યુવતી તથ તેના પરિવારજનો કોરોના પોઝિટિવ આવતા ત્રણેવ દર્દીઓને નવી સિવિલના દસમા માળે આ માટેના અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ લોકોના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા પુણેની લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ થશે.

10 ડિસેમ્બરે બ્રિટનથી આવી હતી ત્યારે રિપોર્ટ નેગેટિવ હતો

10 ડિસેમ્બરે જ્યારે બ્રિટનથી યુવતિ સુરત આવી હતી ત્યારે એરપોર્ટ પર કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે સુરતથી બ્રિટન જવા માટે દિલ્હી ગઇ હતી પરંતુ તેની ફ્લાઇટ રદ થવાને કારણે તે ફરીથી સુરત આવી હતી. જે બાદ સુરત તંત્ર હરકતમાં આવ્યું હતું. હાલ, તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.

More #કોરોના #Britain #new corona #strain #probably #First case #Gujarat #Surat news
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud