હીરા દલાલ પોતાના કામ અર્થે રોડ બાજુમાં બાઇક પાર્ક કરીને ગયા
પરત ફરતે બાઇક જોવા નહિ મળતા શોધખોળ ચાલુ કરી, આખરે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
પોલીસ ચોકી નજીકથી બુલેટ બાઇક ચોરી થતા ચકચાર
અગાઉ પણ કાયદાનું ઉલ્લંઘન કર્યાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.
Watchgujarat. સુરતના વરાછા મેઈન રોડ પર એક બાઈક ચોરીની ઘટના સામે આવી છે. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. ચોર એટલો શાતીર હતા કે ગણતરીની મીનીટોમાં બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સૌના આશ્રર્ય વચ્ચે પોલીસ સ્ટેશનથી ગણતરીના મીટર દુર આવેલી જગ્યા પર પાર્ક કરવામાં આવેલા બુલેટની ચોરી થતા ચોરોના મનસુબા વધુ મજબુત બન્યા હોવાનો અંદાજે લગાડી શકાય તેમ છે. ક્યારેક બાઇક પર સ્ટંટ, તો ક્યારેક ચોરી અથવા તો અન્ય રીતે વધતા જતા ગુનાઓ શહેરમાં કાયદો અને સ્થિતીની હકીકત સામે લાવી રહ્યા છે.
https://youtu.be/ZPH0v2ebdBg
સુરતમાં ચોરોને ચોરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે. એક નહિ પરંતુ અનેક વખત શહેરમાં કાયદાનું ઉલ્લંઘન થયાના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેને લઇને શહેરમાં કાયદો અને વ્યવસ્થા દિવસેને દિવસે કથડી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આવી જ વધું એક ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં પોલીસ ચોકીથી ગણતરીના મીટર જેટલી દુરી પર આવેલી જગ્યા પર પાર્ક કરેલી બુલેટ ચોરી થઇ છે. ચોરીની ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, એ.કે.રોડ પર રહેતા અનીલ કુમાર ગજેરા હીરા દલાલીનું કામ કરે છે. અને તેઓએ પોતાની બુલેટ બાઈક વરાછા પટેલ સમાજની વાડી પાસે પાર્ક કરી હતી. દરમિયાન પરત ફરતા તેમની બાઇક સ્થળ પર હાજર ન હતી. અને બાઇકની ભાળ મેળવવા માટે આસપાસ નજર ફેલાવી તો પણ કોઇ પત્તો લાગ્યો ન હતો. આખરે તમામ પ્રયાસો બાદ પણ બુલેટની કોઇ ભાળ નહિ મળતા આખરે તેઓએ સમગ્ર વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર દ્વારા લગાડવામાં આવતા કેમેરાઓનો વધારે ઉપયોગ લોકોના ઇમેમો ફાડવામાં વધારે જાય છે. સીસીટીવીનું વ્યવસ્થિત નેટવર્ક હોવા છત્તા ચોરો સિફતતા પુર્વક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. જેને લઇને ચોરોમાં પોલીસનો ડર હવે ઓછો થઇ રહ્યો હોવાની સાબિતી આપે છે.
બુલેટ ચોરી થયાની ઘટના સીસીટીવીમાં કેદ
બુલેટ ચોરીની ઘટના સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં એક ઇસમ ચોરી કરતા નજરે ચડી રહ્યો છે. ચોર એટલા શાતીર હતા કે ગણતરીની મીનીટોમાં તેઓએ બાઈકનું લોક તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસ ચોકી સામે થી ચોરાયુ બુલેટ
આ સમગ્ર ઘટના સુરતના વરાછા વિસ્તારોમાં આવેલ મીની બજાર માં આવેલા સુરત ડાયમંડ એસોસિયેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે અને જે જગ્યાથી બુલેટ ચોરી થયું તેની સામે જ સરદાર પોલીસ ચોકી આવી છે ધોળા દિવસે પોલીસ સ્ટેશનની સામે થી બુલેટ ચોરી થતા કાયદો-વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે..