- અલથાણ વિસ્તારમાં આવેલા સોહમ સર્કલ પાસેથી એક કારમાં શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનો મૃતદેહ મળી આવ્યો
- કારમાંથી મૃતદેહ સાથે કાર્બનમોનોક્સાઈડની બે બોટલ પણ મળી આવી
WatchGujarat. અલથાણ વિસ્તારમાં આવેલા સોહમ સર્કલ પાસેથી એક કારમાં શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનો મૃતદેહ મળી આવ્યો હતો. કારમાંથી મૃતદેહ સાથે કાર્બનમોનોક્સાઈડની બે બોટલ પણ મળી આવી હતી, જેથી વેપારીએ કાર્બનમોનોક્સાઈડ લઈ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે તપાસ શરુ કરી હતી. #કાર્બનમોનોક્સાઇડ ગેસ
સુરતના અલથાણ પાસે રહેતા 37 વર્ષીય સંદીપ બજરંગ દાલમિયાનો મૃતદેહ અલથાણ વિસ્તારમાં આવેલા સોહમ સર્કલ પાસેથી કારમાં મળી આવ્યો હતો. કારમાંથી મૃતદેહ સાથે કાર્બનમોનોક્સાઈડની બે બોટલ પણ મળી આવી હતી, જેથી વેપારીએ કાર્બનમોનોક્સાઈડ લઈ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ મામલે તપાસ શરુ કરી હતી મારી રીતે મરું છું, કારમાં લખ્યું હતું, ડોન્ટ ટચ મી, કોલ પોલીસ એવી એક લાઈનની સુસાઇડ નોટ પણ મળી આવી હતી. શેરબજારનો વ્યવસાયી યુવાન વેપારી ત્રણ દિવસથી ઘરેથી ગાયબ હતો, જેથી આપઘાત પાછળ રહસ્ય ઘેરાઈ રહ્યું છે. ઓક્સિજન માસ્ક વડે કાર્બનમોનોકસાઈડ લઈ આપઘાત કર્યો હોવાથી ચકચાર મચી જવા પામી છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.