વેપારીના પુત્રના અપહરણ કરાયાની વાતો વાયુવેગે પ્રસરતા શહેરમાં ઉત્તેજના વ્યાપી
પોલીસ વિભાગની મહત્વની શાખાઓ ગુનેગારોને પકડવા માટે કામે લાગી
સીસીટીવી ફૂટેજ સહિતની ચકાસણી કરાયા બાદ ગણતરીના કલાકોમાં ગુનેનારો પકડાયા
WatchGujarat. સુરતમાં વેપારીના પુત્રની અપહરણની ઘટના સામે આવી છે. ગુરૂવારે સવારે વેપારીનો પુત્ર જીમ જવા માટે નીકળ્યો હતો તે સમયે કારમાં તેનું અપરહણ કરવામાં આવ્યું અને રૂ. 3 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણકારોને ઝડપી પાડ્યા હોવાની પણ ચર્ચા છે. જો કે પોલીસે હજુ આ મામલે કોઇ સત્તાવાર રીતે માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.
શહેરના ભટાર રોડ પરથી એક વેપારીના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું. વેપારીનો પુત્ર સવારે જીમ જવા માટે નીકળ્યો હતો તે વેળાએ કાર લઈને આવેલા અપહરણકારોએ તેની બાઈકને ટક્કર મારી હતી. અને ત્યારબાદ તેને પકડીને કારમાં બેસાડીને ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ વેપારીને ફોન કરીને રૂ. 3 કરોડની ખંડણી માંગી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ મામલે પોલીસને જાણ થતા એસ.ઓ.જી. ડીસીબી સહીતના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરુ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી હતી. તપાસ દરમિયાન ઘટના સ્થળેથી વેપારીના પુત્રના બુટ અને બાઈક મળી આવી હતી.
ફિલ્મી સ્ટાઇલથી અપહરણને અંજામ અપાયો
યુવક ઘરેથી જીમ જવા માટે બાઈક પર નીકળ્યો એ દરમિયાન ઘરથી સાત મીટર દૂરના અંતરેથી રસ્તામાં આંતરીને બાઈકને સાઈડમાં કરીને અપહરણકારો ફોર વ્હિલર કારમાં અપહરણ કરી ગયા હતાં. અપહરણ સ્થળેથી યુવકનું બાઈક અને બૂટ પણ મળી આવ્યાં હતાં.
પોલીસે અપહરણકારોને ઝડપી પાડ્યા હોવાની પ્રાથમિક માહિતી
સમગ્ર મામલે તપાસ કરી રહેલી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડી પાડ્યા હોવાની ચર્ચા છે. જો કે પોલીસે આ સમગ્ર ઘટના અંગે પોલીસે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરંતુ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હોવાની ચર્ચાઓએ સ્થાન લીધું છે.