આર્ટીકલશીપ કરતી યુવતિ સહિતના લોકોને કામ સંબંધિત સવાલો પુછવા માટે બોલાવ્યા
યુવતિ સાથે સર્વર રૂમમાં અજુગતુ વર્તન કરાતા તે ત્યાંથી નાસી છુટી
યુવતિએ માતા-પિતાને જાણ કરાતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
WatchGujarat. સુરતના મજુરાગેટ વિસ્તારમાં બે સંતાનોના પિતા અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે તેને ત્યાં આર્ટીકલશીપ કરતી યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સી.એ.ની ધરપકડ કરી છે.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મજૂરા ગેટ સ્થિત આઇટીસી બિલ્ડીંગમાં સી. એ અરૂણ બ્રિજમોહન કનોડીયા (ઉ.વ. 48 રહે. આર્નવ બિલ્ડીંગ, સિટીલાઇટ રોડ) પોતાની ફર્મની ઓફિસ ધરાવે છે. સીએ. અરૂણ કનોડીયાના લગ્ન થયા છે. અને તે બે સંતાનોનો પિતા છે. અરૂણની ઓફિસમાં ચારથી પાંચ યુવક-યુવતીનો સ્ટાફ એકાઉન્ટીંગની સંબંધિત કામકાજ કરે છે. નાણાંકીય વર્ષ અંતિમ તબક્કામાં હોય અને જીએસટી ફાઇલની કામગીરી પણ કરવાની હોવાથી સી.એ અરૂણે તા. 28 ફેબ્રુઆરીએ ઓફિસમાં કામ કરતા બે યુવાન અને આર્ટીકલશીપ કરતી યુવતીને કામ માટે બોલાવી હતી.
અરૂણે સ્ટાફના ત્રણેયને એક પછી એક પોતાની ઓફિસમાં બોલાવી કામગીરીને લગતા સવાલો કર્યા હતા. જો કે આર્ટીકલશીપ કરતી યુવતીને ઓફિસમાંથી કામના બહાને સર્વર રૂમમાં બોલાવી હતી. સર્વર રૂમમાં યુવતી ખુરશી પર બેઠી હતી ત્યારે પાછળથી આવી ખભા પર હાથ મુકયો હતો અને યુવતીનો હાથ પકડી લઇ અશ્લીન હરકત કરી હતી.
માતા-પિતાને જાણ કરતા મામલો બહાર આવ્યો
સી.એ અરૂણની અશ્લીલ હરકતોથી યુવતી ચોંકી ગઇ હતી. અને તુરંત જ સર્વર રૂમની બહાર નીકળી ગઇ હતી. પોતાની આબરૂ જવાના ડરથી યુવતીએ સહકર્મીઓને આ બાબતની જાણ કરી ન હતી. અને સીધી પોતાના ઘરે પહોંચી હતી. ઘરે ગયા બાદ સમગ્ર ઘટના ક્રમ અંગે માતા-પિતાને જાણ કરી હતી. આખરે આ મામલે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પીએસઆઇ ડી.કે. રાઠોડે સી.એ અરૂણ કનોડીયાની ધરપકડ કરી છે