• 35 વર્ષીય પરિણિતા અન્ય લોકો સાથે નાની વડાળના જંગલમા ઝાડ કાપવાની મજુરીના કામે જતી હતી
  • શખ્સ કામના બહાને મહિલાને પોતાના ઘરે પણ બોલાવી ગેરલાભ ઉઠાવતો

#Amreli - ભાઈ કહેતી તે કોન્ટ્રાક્ટરે પતિ-બાળકોને મારવાની ધમકી આપી મહિલા સાથે 12 વખત દુષ્કર્મ આચર્યું

WatchGujarat. રાજુલા તાલુકાનાં કથીરવદરપરા ગામે  એક કોન્ટ્રેક્ટરે પોતાને ત્યાં મજુરી કામે આવતી પરિણિતાને ધાક ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતુ. આ 35 વર્ષીય પરિણિતા અન્ય લોકો સાથે નાની વડાળના જંગલમા ઝાડ કાપવાની મજુરીના કામે જતી હતી. ત્યારે અહીના કોન્ટ્રાકટરે પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યાની એક ઘટના બહાર આવી છે. આ શખ્સ કામના બહાને મહિલાને પોતાના ઘરે પણ બોલાવી ગેરલાભ ઉઠાવતો હતો. ત્યારે આ કોન્ટ્રેક્ટરે મહિલા પર 12 વખત દુષ્કર્મ આચરવામા આવતા આખરે પરિણીતાએ હિમત દાખવી પોલીસમા ફરિયાદ કરી હતી. #Amreli

કોન્ટ્રાકટરે વારંવાર દુષ્કર્મ આચર્યાની આ ઘટના સાવરકુંડલાના નાની વડાળના જંગલમા અને કથીવદરપરા ગામે બની હતી. જ્યાં 35 વર્ષીય મજુર મહિલાએ આ વિષય પર  કથીરવદરના વિષ્ણુ શામજી શિયાળ નામના કોન્ટ્રાકટર સામે ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે ચારેક માસ પહેલા તેણે નાની વડાળની વિડીના જંગલમા ઝાડ કાપવાનો કોન્ટ્રાકટ એમને આપ્યો હતો. #Amreli

કથીરવદરના 12 મજુરો આ માટે નાની વડાળના જંગલમા જતા હતા. પુરૂષ મજુરો બાઇક લઇને જતા જયારે બૈરાઓને વિષ્ણુ પોતાની કારમા લઇ જતો. એકાદ મહિના બાદ જંગલમાથી મજુરો ચાલીને પરત જતા હતા. ત્યારે વિષ્ણુએ પાછળથી આ મહિલાનો હાથ પકડી બીજા દિવસે હું કહુ ત્યાં જંગલમા આવજે, નહિતર તારા પતિ અને બાળકોને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ મહિલાએ એવુ પણ કહ્યું હતુ કે હું તમને ભાઇ કહુ છુ. પરંતુ વિષ્ણુએ તેને ધમકીઓ આપી મહીલાનું મોઢું બંધ કરાવી દીધું હતુ. #Amreli

ચાંચબંદર ગામનાં વતની એવા વિષ્ણુ શામજી શિયાળે બીજા દિવસે મજુરો કામ કરતા હતા. ત્યારે ઇશારો કરી આ પરિણિતાને દુર જંગલમા લઇ ગયો હતો. અને તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. કોન્ટ્રાકટરનુ આ કામ ચાલ્યુ ત્યાં સુધીમા પાંચ વાર તેણે મહિલા પર દુષ્કર્મ આચર્યુ હતુ.

કોન્ટ્રાકટનુ કામ પુરૂ થયા બાદ કથીરવદર ગામમા પણ આ શખ્સ કામના બહાને અવારનવાર પરિણિતાને પોતાના ઘરે બોલાવતો હતો. અને ત્યાં તેના પર દુષ્કર્મ આચરતો હતો. મહિલા ઘરે આવવાની ના પાડે તો આ શખ્સ તેને બદનામ કરવાની ધમકી પણ આપતો હતો. તેના પર અલગ અલગ જગ્યાએ 12 વખત દુષ્કર્મ આચરાયા બાદ આખરે પરિણિતાએ આ અંગે પતિને વાત કરતા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકે દોડી જઇ તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવાઇ હતી.

 

More #Contractor #rape #women #savarkundala #Amreli #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud