શારીરિક બિમારી સાથે જીવતા વૃદ્ધે પત્નિ સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો
બિમારીના કારણે ઘરેથી બહાર નિકળવાનું ટાળતા વૃદ્ધે સહર્ષ પોતાની પત્નિ સાથે મતદાન કર્યું
WatchGujarat. લોકશાહી પર્વમાં એક મતનું કેટલું મહત્વ હોય છે તેનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. સુરતમાં આજે એક વૃદ્ધ મતદાન કરવા પહોચ્યા હતા. તેઓ લીવર કેન્સરના ચોથા સ્ટેજમાં હોવા છતાં પણ તેમણે જરા પણ ઉદાસીનતા ન દાખવીને પોતાની પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.
રાજ્યમાં 6 મહાનગરોમાં આજે મતદાન થઇ રહ્યું છે. નેતાઓ સાથે લોકો પણ મતદાન કરી લોકશાહીના આ મહાપર્વની ઉજવણી કરી રહ્યા છે. સાથે જ લોકોને મતદાન કરવા અપીલ પણ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં લીવર કેન્સરના ચોથા સ્ટેજમાં હોવા છતાં પણ વૃદ્ધે મતદાન કરી લોકશાહીને મજબૂત કરવાનો અભિગમ દાખવ્યો છે. અડાજણ વિસ્તારના રહેવાસી અશ્વિન સુખરામભાઈ વાળાએ લોકશાહીના મહત્વને કેટલુ મહત્વ આપ્યું છે તે આપણો તેના મતદાનના ઉત્સાહ પરથી જાણી શકે છે.
લીવર કેન્સરના ચોથા સ્ટેજમાં હોવા છતાં ઉત્સાહભેર પોતાની પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. દર વખતે તેઓ આ જ પ્રમાણે ઉત્સાહપૂર્વક મતદાન કરતા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ લીવર કેન્સરથી પીડાતા હોય તેમની નાતંદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે હિંમતભેર ઘરની બહાર આવીને મતદાન કરીને લોકશાહીને મજબૂત કરવાનો અભિગમ દાખવ્યો છે.
મુસાફરી કરવાનું કે ઘરની બહાર નીકળવાનું ટાળે છે
અશ્વિનભાઈ લીવર કેન્સરથી પીડાતા હોય તેઓ મુસાફરી કરવાનું કે ઘરની બહાર નીકળવાનું ટાળે છે ખૂબ જ મહત્વનું કામ અથવા તો તબીબી નિદાન માટે જવું હોય તો જ તેઓ ઘરની બહાર નીકળે છે. આજે લોકશાહીના પર્વ સમાન મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેમણે પોતાના મૂળભૂત અધિકાર જે મત આપવાનો છે. તેને સાર્થક કર્યો હતો તેમણે શહેર અને રાજ્યના તમામ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. ઘણા લોકો મતદાનને લઈને ખુબ જ ઉદાસીન માનસિકતા ધરાવે છે એક મત મારો ન આપ આપવા જાવ તો શું ફરક પડે એ પ્રકારની માનસિકતા ધરાવતા હોય છે.
પરંતુ અશ્વિનભાઈએ પોતાની નૈતિક ફરજ માનીને મતદાન કરવાનું પસંદ કર્યું છે લોકશાહીમાં મત ની તાકાત આ અંગે તેઓ સજાગ છે કયા ઉમેદવારને કયા પક્ષને મત આપીને પોતાના શહેર અને દેશની શાસનની ધૂરા તેના હાથમાં આપવા માટે એક મત ખૂબ જ નિર્ણાયક પુરવાર થઈ શકે છે. આ પ્રકારની તેમની માનસિકતા ને સલામ કરવાનું મન થાય છે.