- ચુંટણીની તારીખો જાહેર થયાના બીજા દિવસે BJP દ્વારા નિમાયેલા નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ
- સુરત શહેરમાં આગામી સમયમાં 30 વોર્ડમાં 120 બેઠકો પર મતદાન થશે
- શહેરના 7 અલગ અલગ સેન્ટરો પર 21 નિરીક્ષકો દ્વારા ઉમેદવારી કરવા ઇચ્છતા લોકોને સાંભળવામાં આવ્યા
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખ જાહેર થયાના બીજા દિવસે ભારતીય જનતા પાર્ટી (BJP) માંથી ચુંટણી લડવા માટે સેન્સ લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સેન્સ લેવાની પ્રક્રિયા અંતર્ગત જાતે દાવેદારી રજૂ કરવા માટે ફોર્મ ભરીને સેન્ટરમાં કાર્યકર્તાઓની લાંબી લાઇન લાગી હતી. સુરત શહેરમાં આગામી સમયમાં 30 વોર્ડમાં 120 બેઠકો પર મતદાન થશે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી શાશન કરી રહી છે. પાર્ટીમાંથી ચુંટણી લડવા માટે હજારો ઉમેદવારો ઇચ્છા ધરાવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખો જાહેર થયાના બીજા દિવસે રાજ્યના તમામ પ્રમુખ શહેરોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમાયેલા નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સેન્સ લેવાની પ્રક્રિયામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ટીકીટ મેળવવા ઇચ્છતા લોકોએ ફોર્મ ભરીને આવવાનું હતું. જેની સમીક્ષા નિરીક્ષકો દ્વારા કરવામાં આવનાર હતી.
રવિવારે સુરત શહેરના 7 અલગ અલગ સેન્ટરો પર 21 નિરીક્ષકો દ્વારા ઉમેદવારી કરવા ઇચ્છતા લોકોને સાંભળવામાં આવ્યા હતા. સુરત શહેરમાં આગામી સમયમાં 30 વોર્ડમાં 120 બેઠકો પર મતદાન થશે. ચુંટણીમાં દાવેદારી કરવા માટે લોકોની નિરીક્ષણ કેન્દ્રોની બહાર લાંબી લાઇન લાગી હતી. જો કે ટીકીટ આપવાનો આખરી નિર્ણય પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવતો હોય છે.