પાડોશી સાથે સવારે થયેલી તકરાર બાદ સાંજે જ્યારે પરિવારનો દીકરો બ્લોકનું કામ કરી રહ્યો હતો
દરમિયાન કાર ચાલકે અકસ્માત કરી યુવકને કચડવાનો પ્રયાસ કર્યો
પરિણીતાએ પાડોશી વિરુદ્ધ કામરેજ પોલીસ મથરકમાં ફરિયાદ નોંધાવી
WatchGujarat. સુરતના કામરેજમાં ઉત્તરાયણના આગલા દિવસે મેપલ વીલા સોસાયટીમાં એક રહીશે સોસાયટીના પ્રમુખના છોકરાને કારથી કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના ઘરના CCTV માં કેદ થઈ હતી. પાડોશી સાથે સવારે થયેલી તકરાર બાદ સાંજે જ્યારે પરિવારનો દીકરો બ્લોકનું કામ કરવા રસ્તા પર ઊભો હતો ત્યારે પૂરપાટે કાર દોડાવી અને તેણે ઇરાદા પૂર્વક કારથી યુવકને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પરિણીતાએ પાડોશી વિરુદ્ધ કામરેજ પોલીસ મથરકમાં ફરિયાદ નોંધાવી છે.
https://twitter.com/WatchGujarat/status/1350371222354202625?s=20
ફરિયાદી મીના બેન ઇટાલીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સોસાયટીમાં રહેતા જતીન ડોબરિયાએ તકરાર બાદ ઇરાદા પૂર્વક તેમના સંતાન પર ગાડી ચઢાવી દીધી હતી. અકસ્માત બાદ પરિવારજનોએ કાર ચાલક જોડે વાત કરવા પહોંચ્યા હતા.
વાતચીત દરમિયાન કાર ચાલક જતીન ડોબરિયાએ ધમકી આપતા જણાવ્યું હતું કે, 'તારા ઘરવારા કહી દેજે બધુ સંકેલી લે અને આવું તો થશે જ જે થાય તે કરી લે'. કાર ચાલક દ્વારા કરવામાં આવેલા અકસ્માતમાં યુવકને ઇજા થઈ છે. તેને સારવાર અર્થે તાત્કાલિક કઠોરના સરકારી દવાખાનામાં લઇ જવાયો હતો. જ્યાં તેની સારવાર બાદ રજા આપવામાં આવી હતી.