• સુરત શહેરમાં ચોતરફ 108 એમ્બ્યુલન્સનો અવાજ સંભળાઈ રહ્યો છે
  • સુરતની આ સ્થિતિને જોતા તંત્ર દ્વારા વધુ 11, 108 એમ્બ્યુલન્સ સુરત શહેર માટે માંગવામાં આવી
  • મૃતદેહને 108 એમ્બ્યુલન્સ અને સ્કૂલવાનમાં લઈ જવી પડે છે ત્યારે સીવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભંગાર હાલતમાં પડી રહી છે
  • 2 એમ્બ્યુલન્સ ધૂળ ખાઇ રહી છે તો અન્ય 2 એમ્બ્યુલન્સ વીઆઇપીઓ માટે હોવાથી મુકી રાખવામાં આવી છે
કોરોના કટોકટી વચ્ચે સિવિલ હોસ્પિટલમાં ધૂળ ખાતી એમ્બ્યુલન્સ

રૂપેશ સોનવણે. રાજ્યમાં હાલ કોરોનાની સુનામી ચાલી રહી છે. જેને લઇને રાજ્યના તમામ શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યે છે. કેસો વધતાની સાથે રાજ્યમાં એમ્બ્યુલન્સ, કોરોનાના દર્દીઓ માટે બેડ, જરૂરી દવાઓ – ઇન્જેક્શન સહિતની ભારે અછત જોવા મળી રહી છે. તેવા સમયે સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2010 માં લાવવામાં આવેલી 2 એમ્બ્યુલન્સ વાન ઝાડ નીચે ધૂળ ખાઇ રહી છે. જેને લઇને તંત્રની બેદરકારી છતી થવા પામી છે.

નવી એમ્બ્યુલન્સ

સુરત સહિત રાજ્યમાં કોરોનાની સુનામી જેવી સ્થિતી ચાલી રહી છે. હાલની સ્થિતીએ રાજ્યભરમાં કોરોના પોઝીટીવ કેસો અને મૃતકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સ્થિતી એ હદે ખરાબ ચાલી રહી છે કે, હોસ્પિટલમાં બેડની સાથે સાથે સ્મશાનમાં ચિતાની સંખ્યામાં પણ વધારો કરવો પડી રહ્યો છે. જેને લઇને સ્થિતીની કટોકટીનો અંદાજો લગાડી શકાય છે.

માત્ર VIP માટે ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સ

સુરત શહેરમાં કોરોનાનો કહેર છવાયો છે. આ ઉપરાંત રોજના નોંધાતા કોરોના પોઝીટીવ કેસોમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. સુરત શહેરમાં ચારોત્તરફ 108 એમ્બ્યુલન્સનો અવાજ સંભળાઈ રહ્યો છે. ત્યારે સુરતમાં હવે મૃતદેહ લઈ જવા શબવહિની પણ ઘૂંટી પડી છે. જેથી 108 અને સ્કૂલવાનમાં મૃતદેહો લઈ જવા પડી રહ્યા છે. સુરતની આ સ્થિતિને જોતા તંત્ર દ્વારા વધુ 11, 108 એમ્બ્યુલન્સ સુરત શહેર માટે માંગવામાં આવી છે.

108 ના અધિકારી રોશન દેસાઈ

સુરતમાં અગાઉ 29, 108 એમ્બ્યુલન્સ કાર્યરત હતી

સુરતના  108 ના અધિકારી રોશન દેસાઈએ watchgujarat.com સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં કોરોના બીજા વેવમાં સ્થિતિ કથળી છે. 108 ના રોજના કોલમાં પણ વધારો થયો છે. દર્દીઓને લાવવા લઈ જવા માટે સુરત શહેરમાં અત્યાર સુધી 29 એમ્બ્યુલન્સ કાર્યરત હતી પરંતુ સ્થિતિને પહોંચી વળવા તે સક્ષમ ન હતું જેથી વધુ 11, 108 એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી છે. હવે સુરતમાં કુલ 39 108 એમ્બ્યુલન્સ સતત કામગીરી કરી રહી છે.

108 ના કોલમાં પણ વધારો

સુરત શહેરમાં કોરોનાનો કહેર વધતા 108ના કોલમાં વધારો થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ ગત 2 તારીખથી રોજના સતત 200થી વધુ કોલ 108 પર આવી રહ્યા છે.10 માર્ચે એક જ દિવસમાં 108 પર 331 કોલ કોરોનાના દર્દીને શિફ્ટ કરવા માટેના આવ્યા હતા.જ્યારે સોમવારે 227 કોલ કોરોનાના દર્દીઓને ઘરેથી અલગ અલગ હોસ્પિટલ શિફ્ટ કરવા આવ્યા હતા. કોલ આવ્યાના 10થી 15 મિનિટમાં જ 108 દર્દીના ઘરે પહોંચી જાય છે. ઉપરાંત કોરોનાના દર્દીઓને હોસ્પિટલ સુધી લઇ જતી વખતે 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ દર્દીઓને હિંમત પૂરી પાડે છે. વધી ગયેલા વર્કલોડની સાથે અને પોતાના માનસિક તણાવ વચ્ચે હોસ્પિટલમાં એકલા જઇ રહેલા દર્દીઓના મનોબળને મજબૂત કરવામાં આ સ્ટાફ મહત્વની ભૂમિકા ભજવે છે.

સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ છે

સુરતની સિવિલ હોસ્પિટલમાં 3 થી 4 એમ્બ્યુલન્સ ધૂળ ખાતી નજરે પડી રહી છે. આ એમ્બ્યુલન્સનો હાલ કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી. આ અંગે હોસ્પિટલના RMO કેતન નાયકને watchgujarat.com ની ટિમ દ્વારા ટેલિફોનનીક સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે સુરતમાં જ્યારે 108 એમ્બ્યુલન્સની અછત સર્જાઈ છે. મૃતદેહને 108 એમ્બ્યુલન્સ અને સ્કૂલવાનમાં લઈ જવી પડે છે ત્યારે સીવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ પડી પડી ભંગાર હાલતમાં watchgujarat.com ના રિપોર્ટરના કેમેરામાં કેદ થઈ છે. ત્યારે પ્રજાના પૈસે નો અહીં ખુલ્લેઆમ વેડફાટ થયો હોય તેવું બહાર આવ્યું છે. ત્યારે આ મામલે તંત્ર કડક કાર્યવાહી કરે અને ઉદાનસીન વલણ છોડે તે પણ જરૂરી બન્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud