અગાઉ સુપ્રીટેન્ડેન્ટે કોન્ટ્રેક્ટરની હાજરીમાં પગાર ચૂકવવાની હૈયાધરપત આપી હતી
જ્યાં સુધી પગાર નહીં ત્યાં સુધી કામ નહીંના સૂત્રોચ્ચાર વચ્ચે હડતાળ
WatchGujarat. સુરત સિવિલ અને કોવિડ હોસ્પિટલના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓએ પગાર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓ સુપ્રીટેન્ડેન્ટની ઓફિસ બહાર ધરણાં પર બેસી ગયા છે અને સુપ્રીટેન્ડેન્ટની ઓફિસ બહારનો રસ્તો બ્લોક કર્યો છે. જ્યાં સુધી પગાર નહીં ત્યાં સુધી કામ નહીંના નારા લગાવવામાં આવી રહ્યા છે. જેને કારણે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સિવિલમાં કોન્ટ્રેક્ટ પર કામ કરતા ત્રીજા અને ચોથા વર્ગના કર્મીઓને પગાર ચૂકવવામાં બે માસથી વિલંબ થઇ રહ્યો છે. કેટલાકને તો 3 મહિનાથી પગાર મળ્યો નથી. અગાઉ આ મુદ્દે કર્મીઓએ બે વખત હડતાળ કરી હતી, ત્યારે તેમને 5મી તારીખે પગાર મળી જવાનું કહેવાયું હતું. મંગળવારે પણ પગાર ન થતાં કર્મચારીઓએ કોવિડ હોસ્પિટલ બહાર વિરોધ કરી સુપ્રીટેન્ડેન્ટ ઓફિસે ધસી ગયા હતા. જ્યાં તેમણે ભારે હોબાળો મચાવતાં સિક્યિરિટી સ્ટાફ દોડતો થઈ ગયો હતો. સુપ્રીટેન્ડેન્ટે કોન્ટ્રેક્ટરની હાજરીમાં પગાર ચૂકવવાની હૈયાધરપત આપી હતી.
જોકે આજે ફરી કર્મચારીઓ સુપ્રીટેન્ડેન્ટની ઓફિસ બહાર ધરણાં પર બેસી ગયા છે. અને સુપ્રીટેન્ડેન્ટની ઓફિસ બહારનો રસ્તો બ્લોક કર્યો છે. જ્યાં સુધી પગાર નહીં ત્યાં સુધી કામ નહીંના નારા લગાવવામાં આવી રહ્યા છે. ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર ઊતરી જતાં સિવિલ અને કોવિડ હોસ્પિટલની કામગીરીને અસર પહોંચી છે. જેને કારણે દર્દીઓ અને તેમના સગાએ રઝડવાનો વારો આવ્યો હતો.
અગાઉ પણ આવેદન આપી વિરોધ કર્યો હતો
પગાર મુદ્દે વિરોધ કરી રહેલા કર્મચારીઓએ અગાઉ પણ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સુત્રોચાર કર્યા હતા. પરંતુ આજદિન સુધી કોઈ નિવેડો નહિ આવતા ફરી એક વખત વિરોધ કરી રહ્યા છે. તેઓના વિરોધને પગલે હોસ્પિટલને અસર પહોચી રહી છે. ત્યારે આ મામલો થાળે પાડવા અધિકારીઓ પણ દોડતા થઇ ગયા છે. 800 કર્મચારીઓને 3 મહિના થી પગાર નહિ મળતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
હડતાળને કારણે સિવીલ હોસ્પિટલમાં આવતા ઇમરજન્સીના કેસોને અન્ય હોસ્પિટલમાં મોકલવા તાકીદ
પગાર મુદ્દે વર્ગ 3 અને 4 ના કર્મીઓની હડતાળને પગલે સિવિસ હોસ્પિટલની કામગીરી ખોરવાઇ ગઇ હતી. જેને લઇને હોસ્પિટલ તંત્ર દ્વારા ઇમર્જન્સીના કેસોને અન્યત્રે મોકલવા માટે 108 ની ટીમને તાકીદ કરી હતી. જો હડતાળ લાંબો સમય ચાલશે તો આખરે દર્દીઓ અને તેમના સગાઓને જ ભોગવવાનો વારો આવતો રહેશે. વહીવટી તંત્રએ હડતાળને પુર્ણ કરવા માટે સત્વરે પગલા લેવા જોઇએ.
More #કર્મચારી #Civil #hospital #staff #go on strike #Non payment #of salary #Surat News #Watchgujarat