• હજીરા સ્થિત આવેલા ઈચ્છાપુર વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ સતત બનતી હોય છે
  • ગત રાત્રે સફાઈ કામ દરમિયાન લક્ષ્મીબેન સહિત 3 મહિલા ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા.
  • ટ્રેક્ટર ચાલકે બમ્પ કુદાવતા અકસ્માત સર્જાયો

WatchGujarat. સુરતના ઇચ્છાપોર ચોકડી નજીક અકસ્માતની ઘટના બની છે. ટ્રેક્ટરમાંથી પટકાતા મનપાની સફાઈ કમર્ચારી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રેક્ટર ચાલકે બમ્પ કૂદાવતા લક્ષ્મીબેન ટ્રેક્ટરમાંથી પડી ગયા હતા. અને તેનું મોત નીપજ્યું હતું. દરમિયાન ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો.

સુરતના ઉગત નહેર ખાતે આવેલા એસએમસી આવાસમાં 50 વર્ષીય લક્ષ્મીબેન દિનેશભાઇ બાબરીયા પરિવાર સાથે રહેતા હતા. પાલિકામાં કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારી તરીકે 2 જાન્યુઆરીથી જોડાયા હતા. ગત રાત્રે સફાઈ કામ દરમિયાન લક્ષ્મીબેન સહિત 3 મહિલા ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા. દરમિયાન ટ્રેક્ટર ચાલકે બમ્પ કૂદાવતા લક્ષ્મીબેન ટ્રેક્ટરમાંથી પડી ગયા હતા. ગંભીર ઈજાના પગલે 108ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી.

જોકે, લક્ષ્મીબેનને મૃત જાહેર કરાયા હતા. લક્ષ્મીબેનના મોતના પગેલ ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો. લક્ષ્મીબેનના મોતના પગેલ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. લક્ષ્મીબેનને એકનો એક દીકરો છે. જેથી એકના એક દીકરાએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. હાલ તો લક્ષ્મીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હજીરા સ્થિત આવેલા ઈચ્છાપુર વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ સતત બનતી હોય છે. પરંતુ તંત્ર તરફથી આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતુ નથી જેથી નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે..

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud