અજાણી યુવતિને સોશિયલ મિડીયા એકાઉન્ટ પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલ્યા બાદ યુવક સાથે ઓનલાઇન મિત્રતા કેળવાઇ
સોશિયલ મિડીયામાં ચેટીંગ કરતા એકબીજાના વોટ્સએપ નંબર શેર કરાયા
એકબીજા સાથે વિડીયો કોલ કર્યા બાદ પૈસા આપવા ધમકી મળતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
WatchGujarat. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા અને બીબીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને એક યુવતીએ ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. અને બાદમાં તેની સાથે મિત્રતા કેળવી વોટ્સએપ નંબર મેળવી લીધો હતો. બાદમાં વિડીયો કોલ કરી બીભત્સ ચેનચાળા કરી તે વિડીયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકીઓ આપી રૂ. 7,200 રૂપિયાની માંગણી કરી હતી. મામલે વિદ્યાર્થીએ સુરતના ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં 20 વર્ષીય યુવક રહે છે. અને તે સુરતમાં આવેલી ખાનગી કોલેજમાં બીબીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગત 26 ફેબ્રુઆરીના રોજ તેના ફેસબુક એકાઉન્ટ પર નેહા શર્મા નામની મહિલાની રીક્વેસ્ટ આવી હતી. અને પોતે દિલ્હીની હોવાની વાત કરી હતી. બાદમાં વિદ્યાર્થીએ તે ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારી હતી. અને બન્ને વચ્ચે ઓનલાઇન વાતચીતનો દોર શરુ થયો હતો.
ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલનારી નેહા શર્મા નામની મહિલાએ વિદ્યાર્થીનો વોટ્સએપ નબર મેળવી લીધો હતો.અને બાદમાં વિડીયો કોલ કરી કપડા કાઢવા જણાવ્યું હતું. જેમાં વિદ્યાર્થી તેની વાતમાં આવી ગયો હતો. અને વિદ્યાર્થીએ નગ્ન થઇ યુવતિ સાથે વિડીયો ચેટ કર્યું હતું. આ ઘટનાનો વિડીયો મહિલાએ ઉતારી લીધો હતો. અને બાદમાં તે વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી રૂ. 7,200 રૂપિયાની માંગણી કરી હતી.
યુવતિ વિદ્યાર્થીના ભાઈને વિડીયો શેર કર્યો
યુવતિએ બીભત્સ ચેનચાળા કરતો વિડીયો ઉતારી લીધો હતો.અને વિદ્યાર્થીને મેસેજ કરીને કહ્યું હતું કે આ વિડીયો મેં તારા ભાઈને સેન્ડ કર્યો છે. અને તારા બધા મિત્રોને શેર કરી દઈશ. જો તારે એમ ન કરવું હોય તો તારે એક કલાકમાં રૂ. 7,200 રૂપિયા આપવા પડશે. જો કે બીજી તરફ આ અંગે વિદ્યાર્થીના ભાઈએ હિંમત આપી પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું.
ડીંડોલી પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
ભાઈએ હિમ્મત આપતા વિદ્યાર્થીએ આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.