નવી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પૈસા ચુકવવામાં ધાંધીયા હથાવત
ત્રણ મહિનાથી પગાર ન ચુકવાતા વિરોધ કરી રહેલા કર્મચારીઓને પગારમાંથી પૈસા કાપીને ચુકવાયા
વર્ગ - 3 અને - 4 ના કર્મચારીઓના વિરોધને પગલે હોસ્પિટલની કામગીરી ખોરવાઇ
ઇમરજન્સી કેસોને અન્યત્રે મોકલવા પડે તેવી સ્થિતીનું સર્જન થયું
WatchGujarat. નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વર્ગ – 3 અને વર્ગ – 4 ના 500 જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને છેલ્લા ૩ મહિનાથી પગાર ચુકવાયો ન હતો. જેને લઇને તમામ કર્મીઓએ સિવિલ હોસ્પિટલમાં જ હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. જો કે દબાણ વધતા પગાર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ પગારમાંથી રૂ. 200 – રૂ. 500 જેટલા પૈસા ઓછા આપવામાં આવ્યા હતા. જેથી હડતાળ યથાવત રહી છે. હડતાળના બીજા દિવસે કર્મચારીઓએ સત્તાધીશો પર દબાણ વધારવા માટે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે બનતા ભોજનના રસોડાને બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ રસોડા તરફ આવતાં તંત્ર દ્વારા રસોડાના ગેટ પર તાળા મારી દઈને રસોઈ કરવાની નોબત આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 500 જેટલા વર્ગ 3 અને 4ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ફરીથી ત્રણ માસથી પગાર ચુકવવામાં આવ્યો ન હતો. જેની પાછળનું કારણ એસ્ક્રો એકાઉન્ટ સિસ્ટમ ડેવલપ કરવામાં વિલંબ હોવાનું મનાઇ રહ્યું હતું. પગાર ન મળતા કર્મચારીઓની હાલત કફોડી બની હતી.
જો કે, સિવિલ હોસ્પિટલના તંત્રએ મંગળવાર સુધી પગાર આપવાની બાંહેધારી આપી હતી. પરંતુ પગાર ચુકવાયો ન હતો. જેથી 500 જેટલા વર્ગ 3 અને 4ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સિવિલ હોસ્પિટલમાં જ ધરણા પર ઉતરી ગયા છે. અને સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
જો કે, બાદમાં પગાર કરાયા પરંતુ રૂ. 200થી લઈને રૂ. 500 જેટલો ઓછો પગાર કરવામાં આવ્યો હતો. જેથી હડતાળ યથાવત રહી છે. હડતાળના બીજા દિવસે કર્મચારીઓએ દબાણ વધારવા માટે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે બનતા ભોજનના રસોડાને બંધ કરાવવાની કોશિષ કરી હતી. હડતાળિયા કર્મચારીઓએ રસોડા તરફ આવતાં તંત્ર દ્વારા રસોડાના ગેટ પર તાળા મારી દઈને રસોઈ કરવાની નોબત આવી હતી.
પ્રશ્નોના નિરાકરણ ન આવો ત્યાં સુધી હડતાલ યથાવત
નવી સિવિલ હોસ્પીટલમાં દિવસ દરમિયાન પોલીસ સાથે ચકમક જર્યા બાદ પણ કર્મચારીઓની હડતાળ રાત્રે પણ યથાવત રહી હતી. કર્મચારીઓએ પોતાના પ્રશ્નોના નિરાકરણ ન આવે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવા માટે નિર્ણય લીધો છે. જેથી હડતાળિયા સફાઈ કર્મચારીઓ દર્દીઓ માટે બનતા ભોજન ને બંધ કરાવવા રસોડા પર પહોંચ્યા હતાં. જો કે પ્રેશર વધારવા આવેલા કર્મચારીઓને જોઈને અગાઉ જ તંત્રએ રસોડાના દરવાજે બહારથી તાળા મારી દર્દીઓના ભોજન વ્યવસ્થાની તૈયારી કરવાની નોબત આવી હતી.
સિવિલ હોસ્પિટલમાં હડતાલને પગલે દર્દીઓની સારવારમાં અડચણ
સુરત સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓની હડતાળને લઈ દર્દીઓ, 108ના કર્મચારીઓ, પોલીસ સહિત અનેક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. 24 કલાકથી ચાલતી હડતાળને લઈ સુરતની તમામ લોકલ 108ને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને લઈ સૂચના આપી દેવાઈ છે. જ્યારે જિલ્લામાંથી દર્દીઓને લઈ આવતી 108 ને સ્મીમેર હોસ્પિટલ લઈ જવા માર્ગદર્શન આપવું પડે છે. એટલું જ નહીં પણ બુધવાર ની રાત પાળીમાં ટ્રોમાં સેન્ટરમાં પરિવારે સ્ટેચર બોય બનીને દર્દીને ખેંચી એક્સ રે, સોનાગ્રાફી, બાદ વોર્ડમાં લઈ જવાની નોબત આવી હતી.