WatchGujarat. આજે રાજ્યની ત્રણ મહાનગરપાલીકા રાજકોટ, જામનગર અને સુરત ના હોદ્દેદારોની જાહેરાત ગુરૂવારે કરી દેવામાં આવી હતી. જેના અનુસંધાને સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોની આજે પ્રદેશ ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે હેમાલી બોઘાવાલા, ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પરેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપુત અને દંડક તરીકે વિનોદ પટેલની પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે.
રાજ્યમાં મહાનગરપાલિકામાં ચૂંટણીમાં ભાજપની મોટી જીત મળી હતી. અમદાવાદ, વડોદરા, ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી ચુકી હતી. અને સુરત, જામનગર અને રાજકોટ મનપાના હોદ્દેદારોના નામોની જાહેરાત બાકી હતી. આજે સવારે જ સુરત, રાજકોટ અને જામનગરના હોદ્દેદારોના નામ જાહેર કરાયા છે.