કોરોના કાળ બાદ રાજ્યના અનેક શહેરોની પાલિકામાં બજેટ રજુ કરવામાં આવ્યા
સુરતમાં એર ક્વોલીટી સવધારવા પર ભાર મુકાયો, શહેરમાં ઇલેક્ટ્રીક બસો દોડશે
સ્લમ વિસ્તારમાં દર 10 હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ ક્લિનિક શરૂ કરવાનું આયોજન
નાગરીકો પર કોઇ નવો બોઝો નહિ, સામાન્ય વેરો, વાહન વેરો અને યુઝર ચાર્જીસ યથાવત
WatchGujarat. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા આજે સુરત મનપાનું 2021-22 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કમિશ્નર દ્વારા રૂ. 6,134 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસના કામો માટે રૂ, 3,009 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કોરોના મહામારી બાદ આ પહેલું બજેટ હોય તેની અસર બજેટ પર જોવા મળી હતી. નવા કોઈ પ્રોજેકટને બાદ રાખીને જુના પ્રોજેકટ અને જોગવાઈને પૂર્ણ કરવા પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો. સામાન્ય વેરો, વાહન વેરો અને યુઝર ચાર્જીસ યથાવત રાખવામાં આવ્યા છે.
આ વર્ષે નવા સીમાંકન બાદ નવા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ માટે રૂ. 140.21 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા શહેરમાં વધતા પ્રદુષણને લઈને એર ક્વોલિટી ઇન્ડેક્સ પર વધારે ભાર મુક્યો હતો. પાંચ ઝોનમાં એર ક્વોલિટી મોનીટરીંગ ઇન્ડેક્સ મુકવાની સાથે 300 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના ઐતિહાસિક વારસા સમાન કિલ્લાને આ વર્ષે સંપૂર્ણપણે લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. બ્રિટીસ સિમિટ્રી અને ભાગળના કલોક ટાવરને જાળવવા પહેલીવાર જોગવાઈ કરાઈ છે. આરોગ્ય માટે પણ રૂ. 393.10 કરોડ ફાળવવામાં આવ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં અલાયદું ટ્રસ્ટ બનાવવામાં આવશે. ઉપરાંત સ્લમ વિસ્તારમાં દર 10 હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ ક્લિનિક રાખવામાં આવશે.
બજેટ હાઈલાઇટ્સ :
શિક્ષણ માટે રૂ. 231 કરોડનું આયોજન
બ્રિજ સેલ માટે રૂ. 254 કરોડની જોગવાઈ
રોડ રસ્તા માટે રૂ. 173.33 કરોડની જોગવાઈ
સ્લમ અપગ્રેડેશન માટે રૂ. 425.20 કરોડની જોગવાઈ
બાગ બગીચા માટે રૂ. 11 કરોડ
ડ્રેનેજ વિભાગ માટે રૂ. 397.46 કરોડ
હાઇડ્રોલિક વિભાગ માટે રૂ. 191.70 કરોડની જોગવાઈ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે રૂ. 74.04 કરોડ
પબ્લિક બાઈસાઈકલિંગ પ્રોજેકટ હેઠળ 106 લોકેશન પર રૂ. 1,669 ડોકની સંખ્યા વધારશે
આગામી પાંચ વર્ષમાં શહેરને ઝીરો સ્લમ સીટી બનાવશે
વર્કિંગ વુમનને રહેવા માટે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે
નવા 13 ફાયર સ્ટેશન બનાવવામાં આવશે
ફાયરના જવાનો માટે અલગથી વર્કશોપ અને ટ્રેનિંગ સેન્ટર
આભવાથી ઉભરાટને જોડતા રિવરબ્રિજ માટે રૂ. 200 કરોડની જોગવાઈ
મહિલાઓને સ્વરોજગારી આપવા 1 હજાર નવી પિંક ઓટો દોડાવાશે