• સુરતમાં હવે તસ્કરોની સાથે સાથે બુટ ચંપલની ચોરી કરતા ઈસમોનો આતંક સામે આવ્યો
  • પોલીસ આવા તસ્કરોને ઝડપી પાડે તેવી લોકમાંગ ઉઠવા પામી છે

WatchGujarat. સુરતની બોમ્બે માર્કેટમાં બુટ ચંપલ ચોરોનો આતંક સામે આવ્યો છે. અહી દુકાનદારો અને ગ્રાહકોના બુટ ચંપલ ચોરતા બે ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. અને આ સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે

સુરતમાં હવે તસ્કરોની સાથે સાથે બુટ ચંપલની ચોરી કરતા ઈસમોનો આતંક સામે આવ્યો છે. સુરતની બોમ્બે માર્કેટ વિસ્તારમાં આ ઘટના સામે આવી છે. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે બે મોઢે માસ્ક પહેરેલા ઈસમો પહેલા દુકાનની બહાર રેકી કરી છે. બે પૈકીનો એક ઇસમ દુકાનની સામે બેસે છે. અને અન્ય ઇસમ રેકી કરી ચપળતા પૂર્વક બુટને ખસેડી બીજા ઇસમ પાસે મૂકી દે છે ત્યારબાદ બીજો ઇસમ તે બુટને કાગળ લપેટી થેલીમાં મૂકી ત્યાથી ફરાર થઇ જાય છે.

વારંવાર બુટ ચંપલની ચોરી થતા વેપારીઓએ દુકાનની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા.જેમાં આ ઘટના સામે આવી હતી. હાલ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે અને પોલીસ આવા તસ્કરોને ઝડપી પાડે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આંતર રાજ્ય ગેંગ હોવાની ચર્ચા

આ ગેંગ આતંર રાજ્ય હોવાની ચર્ચાઓ ઉઠી છે. આવા તસ્કરો બુટ ચંપલ ચોરી સુરતની બહાર વેચી દીધે છે. અને બહાર ચોર બજારની માર્કેટમાં આ બુટ ચંપલનું વેચાણ થાય છે. અગાઉ આ બુટ ચંપલની ચોરી કરી દિલ્હી ગેટ પાસે વેચાણ થતું હતું. જો કે ભૂતકાળમાં લોકોને જાણ થતા અહી આવી બબાલ થતી હતી. પરંતુ આખરે અહીથી ચોરી કરી આંતર રાજ્ય વેચવામાં આવે છે. અને તસ્કરોનો આનો લાભ એટલા માટે મળે છે કે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ થતી નથી. જો પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરે તો મસમોટું ચોરી કોભાંડ સામે આવે તેવી શક્યતા રહેલી છે.

પૈસાદાર વેપારીની એન્ટ્રીથી લઇને તેમને ફોલો કરવાનું ચાલુ કરી દેતા

ચોર લોકો મોંઘા બુટ ચોરવા માટે ચોક્કસ મોડસ ઓપરેન્ડી અનુસરતા હતા. મોંઘા બુટ પહેરીને માર્કેટમાં આવતા વ્યક્તિની એન્ટ્રીથી એક વ્યક્તિ ફોલો કરે છે. જે શોપમાં વેપારી જાય ત્યાં સુધી એક વ્યક્તિ ફોલો કરે ત્યાર બાદ બીજો વ્યક્તિ કામ શરૂ કરે છે. દુકાન બહારથી બુટને સહેજ નજીક ખસેડવાનું કામ બીજી વ્યક્તિ કરે છે. અને ત્રીજી વ્યક્તિ બુટને ચોરીને રફુચક્કર થઇ જાય છે. આમ, અલગ અલગ શખ્સો દ્વારા મોંઘા બુટ ચોરી કરવામાં આવે છે. અને સંપુર્ણ રીતે સિસ્ટમેટીક રીતે પાર પાડવામાં આવતું હતું. મોંઘા બુટ ચોરી કરીને અન્ય રાજયમાં વેચવાનું સુનિયોજીત રીતે કૌભાંડ ચાલી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud