• સુરતમાં બે મોટા ઉઘોગ કાપડ અને હીરા ઉઘોગ બંધ રાખવામાં આવ્યા
  • સુરતમાં 19 માર્ચે રેકોર્ડ બ્રેક 450 કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા
  • સામાજિક સંગઠનો સાથે મળીને વધુમાં વધુ વેક્સીન થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા

WatchGujarat. સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધ્યું છે. જેને લઈને તંત્ર ફરી એક વખત દોડતું થયું છે. સુરતમાં હાલ વેકીસ્નેશન વધારવામાં આવી રહ્યું છે. તેમજ 104 જેટલા ધનવતરી રથ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોરોનાના નવા સ્ટ્રેંનમાં નવા લક્ષણો જોવા મળ્યા છે. તે અંગે પણ મનપા કમિશનરે માહિતી આપી હતી.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ કોરોનાનું સંક્મ્રણ વધ્યું છે. જેને લઈને તંત્ર ફરી એક વખત એકશનમાં આવ્યું છે. તો બીજી તરફ સુરતમાં મોલ, થીયેટરો, બસ સેવા, જીમ, બાગ બગીચાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અને સુરતમાં બે મોટા ઉઘોગ કાપડ અને હીરા ઉઘોગ બંધ રાખવામાં આવ્યા છે. કાપડ માર્કેટો 19 અને 20 માર્ચે સંપૂર્ણ બંધ રહેશે. જયારે હીરા ઉઘોગ 20 અને 21 માર્ચે બંધ રહેશે. આ ઉપરાંત સુરતમાં 19 માર્ચે રેકોર્ડ બ્રેક 450 કેસ સામે આવ્યા છે. સુરતમાં સતત કેસો વધી રહ્યા છે. જેને લઈને તંત્ર દ્વારા હાલ વેક્સીનેશન વધારવામાં આવ્યું છે.

સુરતમાં હાલ સામાજિક સંગઠનો સાથે મળીને વધુમાં વધુ વેક્સીન થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હોટેલ અને ગેસ્ટ હાઉસમાં આર.ટી પી.સી.આર ટેસ્ટ  વો ફરજીયાત કરવામાં આવ્યો છે. તેમજ હાલમાં વધી રહેલા નવા કેસોમાં નવો સ્ટ્રેઇન પણ જોવા મળી રહ્યો છે. જેના લક્ષણો અંગે મનપા કમિશનરે જણાવ્યું હતું કે નવા લક્ષણોમાં તાવ આવે છે, નવા લક્ષણોમાં માથું દુખવું, સ્ક્રીન રીલેટેડ, પેટમાં દુખાવો જોવા મળી રહ્યા છે. અને આવા કોઈ લક્ષણ દેખાય તો ટેસ્ટીંગ ખાસ કરાવવા તેઓએ લોકોને અપીલ કરી છે.

19 માર્ચે કોરોનાના રેકોર્ડ બ્રેક 450 કેસ સામે આવ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ સુરતમાં કોરોનાનું સંક્મ્રણ સતત વધી રહ્યું છે. અને હવે સુરતમાં રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. 19 માર્ચે કોરોનાના રેકોર્ડ બ્રેક 450 કેસ સામે આવ્યા છે. જેમાં સુરત સીટીમાં 349 કેસ અને ડીસ્ટ્રીક્ટમાં 101 કેસ સામે આવ્યા હતા. જયારે 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ સાથે જ સુરતમાં કુલ કેસોનો આંક 43,967 અને જીલ્લામાં કોરોનાનો આંક 13,619 પર પહોંચી ગયો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud