• 12 દિવસની સારવાર બાદ દિલ્હીગેટના ૬૮ વર્ષીય નિવૃત્ત રિક્ષાચાલકે કોરોનાને મ્હાત આપી
  • બાબુભાઈએ કોવિડ વોર્ડને ઘડિયાળ ભેટ આપી કહ્યું:’ મારો સારો સમય આવ્યો એમ વોર્ડના અન્ય દર્દીઓનો સારો સમય આવશે’

#Surat - કોવિડ વોર્ડમાં ઘડિયાળ ભેટ આપી સાજા થયેલા દર્દીએ કહ્યું : ' મારો સારો સમય આવ્યો એમ વોર્ડના અન્ય દર્દીઓનો સારો સમય આવશે'
WatchGujarat. કોરોનાગ્રસ્ત દર્દીઓમાં કોમોર્બિડીટી ધરાવતાં દર્દીઓને ખાસ પ્રકારની સારવારની જરૂર પડતી હોય છે. થાઈરોઈડ, ડાયાબિટીસ, બ્લપ્રેશરની બિમારીવાળા દર્દીઓ કોરોના સંક્રમિત થાય ત્યારે નિયમિતપણે દવા અને સારવાર ન મળે તો જોખમ ઉભું થાય છે. 15 વર્ષથી હાઈપર ટેન્શનની બિમારી ધરાવતા 68 વર્ષીય બાબુભાઈ છબીલદાસ ગોટલાવાલાએ નવી સિવિલ હોસ્પિટલમાં 12 દિવસની સારવાર લઈ કોરોનાને મ્હાત આપી છે. બાબુભાઈને કોરોનામુક્ત કરવામાં સિવિલના તબીબોએ મહેનત કરીને ઉદાહરણરૂપ સેવા કરી છે.

બાબુભાઈ પોતાના જીવનમાં 68 વાર રક્તદાન કરી ચૂક્યા છે. તેમણે કોરોનામુક્ત થઈ સિવિલની કોરોના વોર્ડની વિદાય લીધી ત્યારે એક અનોખી સંવેદના વ્યકત કરતાં કોવિડ વોર્ડમાં એક ઘડિયાળ ભેટ આપી. આ અંગે તેમણે કહ્યું કે, ‘કોરોના થયો એ મારો ખરાબ સમય હતો. જે પસાર થઈ જતાં સારો સમય આવ્યો છે. મારા જેવા અન્ય દર્દીઓનો ખરાબ સમય પણ બદલાય અને તેઓનો પણ સારો સમય આવે એ ભાવનાથી ‘સમય’ને કેન્દ્રસ્થાને રાખી હું જે વોર્ડમાં દાખલ હતો ત્યાં મેં ઘડિયાળની ભેટ આપી છે. આ ઘડિયાળમાં સમય જોતાં તબીબો, પેરામેડિકલ સ્ટાફના હ્રદયમાં મારી સ્મૃત્તિ જીવંત રહે એવો આશય છે. #ઘડિયાળ

સુરતના દિલ્હીગેટ વિસ્તારમાં રહેતાં બાબુભાઈએ આનંદ સહ જણાવ્યું કે, ‘રિક્ષા ચલાવીને હું પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હાલ નિવૃત્ત થઈને પરિવાર સાથે શેષ જીવન વિતાવું છું. કોરોના મહામારી દરમિયાન કોરોનાગ્રસ્ત થયો ત્યારે પરિવાર ખુબ ચિંતામાં મૂકાયો હતો. મને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે 17 ડિસેમ્બરના રોજ દાખલ કરાયો ત્યારે ત્યારે મારું ઓક્સિજન લેવલ ઘટીને 70 ટકા જેટલું હતું, એટલે એચઆરસિટી કરાવતા કોરોનાનું 40 ટકા જેટલું ઈન્ફેક્શન જણાયું. જેથી સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો. 12 દિવસની સારવારમાં જ કોરોનામુક્ત કરવામાં સિવિલ તબીબોએ દિવસ-રાત એક કરીને મારી સેવા કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ‘છેલ્લાં પંદર વર્ષથી હાઈપરટેન્શનની બિમારીની નિયમિત સારવાર ચાલે છે. તબીબોનું હકારાત્મક વલણ અને સિવિલની યોગ્ય સારવારથી મને નવું જીવન મળ્યું છે. મારા દીકરા-દીકરીએ મારી ખુબ સેવા કરી છે. ડો.અર્પિત પટેલે જણાવ્યું કે, પહેલા દિવસથી ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. એમને કોરોના સાથે અન્ય બિમારી હાઈપરટેન્શની હતી એની પણ નિયમિત દવા આપવામાં આવતી હતી. તબિયતમાં સુધારો થતાં 10 લીટર એનઆરબીએમ ઓક્સિજન માસ્ક પર 10 દિવસ રાખવામાં આવ્યા. બાદ બે દિવસ નોર્મલ રૂમ એરમાં મોનિટરીંગ હેઠળ રાખવામાં આવ્યા. સંપૂર્ણ સ્વસ્થ થઈ 28 ડિસેમ્બરે રજા આપવામાં આવી.

સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડો.અર્પિત પટેલે જણાવ્યું કે, અન્ય બિમારી સાથે કોરોના સંક્રમિત દર્દીની સારવાર કરવામાં ઘણું ધ્યાન રાખીએ છીએ. બાબુભાઈ જેવા અનેક કેસોમાં અમારી ટીમે માત્ર કોરોના સામે જ નહિ પણ અન્ય ગંભીર બિમારી સામે એમ બે મોરચે લડવાનું હોય છે. જેમાં સિવિલના તબીબી સ્ટાફ દિવસ-રાત એક કરીને અનેક દર્દીને સાજા કરવામાં સફળ રહ્યા છે. બાબુભાઈ એનું સફળ ઉદાહરણ છે

More #ઘડિયાળ #Covid #recover #patient #donated #watch #good #faith #Surat news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud