સુરતમાં એમ.ડી ડ્રગ્સ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો
રસ્તા પર છત્રી લગાડી સીમકાર્ડ વેચતા પિતરાઇભાઇએ અન્યના દસ્તાવેજોના આધારે સીમકાર્ડ એક્ટીવ કરી આપ્યું
પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી
WatchGujarat. સુરતમાં રૂ.1 કરોડથી વધુના એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપાયેલા સલમાનને ડ્રગ્સની હેરાફેરી, ખરીદ-વેચાણ માટે ચાર ડમી સીમકાર્ડ આપનાર પિતરાઈ ભાઈ જુનેદની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. સલમાને ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા એક્ટીવ ડમી સીમકાર્ડની માંગણી કરી જુનેદને ચાર સીમકાર્ડના રૂ.3,000 આપ્યા હતા. હાલ આ મામલે પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંચ માસ અગાઉ ડુમસ વિસ્તારમાંથી રૂ.1 કરોડથી વધુના એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપેલા અડાજણના સલમાને ડ્રગ્સની હેરાફેરી, ખરીદ-વેચાણ માટે ચાર ડમી સીમકાર્ડ પિતરાઈ ભાઈ જુનેદ પાસેથી લીધા હતા. જુનેદ વોડાફોન - આઇડીયાના ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં સબ એજન્ટ તરીકે કામ કરી રસ્તામાં છત્રી રાખી સીમકાર્ડ વેચતો હતો. પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાત કરવાનું કારણ આગળ ધરીને પિતરાઇ ભાઇ જુનેદ પાસેથી સીમકાર્ડ માંગ્યા હતા. જુનેદે ચાર ગ્રાહકના ડોક્યુમેન્ટ્સ મેળવી તેમાં ચેડાં કરી ડમી સીમકાર્ડ મેળવી સલમાનને આપ્યા હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો હતો. ક્રાઈમ બ્રાન્ચે જુનેદ અને સલમાન વિરુદ્ધ ગત ગુરુવારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે સલામનના પિતરાઈ ભાઈ જુનેદ બીલાલ ઝવેરી ની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
એક મહિનાના આંતરે અલગ અલગ સીમકાર્ડ લીધા
ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં જુનેદે જણાવ્યું હતું કે, સલમાને ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા તેની પાસે એક્ટીવ ડમી સીમકાર્ડની માંગણી કરી હતી. જુનેદે ચાર સીમકાર્ડ પૈકી બે સીમકાર્ડ રૂ.500-500 માં અને બે સીમકાર્ડ રૂ.1000-1000 માં વેચી કુલ રૂ.3000 સલમાન પાસેથી લીધા હતા. સલમાને તમામ કાર્ડ એક જ સમયે નહીં પણ એક-એક મહિનાના અંતરે લીધા હતા.
લોકોના ડોક્યુમેન્ટ્સ ઉપયોગ કરી એક્ટીવ ડમી સીમકાર્ડ બનાવતો હતો
જુનેદે ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું હતું કે, ગ્રાહકોના ડોક્યુમેન્ટ્સ પોતાના મોબાઈલ ફોનમાં સેવ કરી બાદમાં જરૂર પડયે તેનો ઉપયોગ કરી એક્ટીવ ડમી સીમકાર્ડ બનાવતો હતો. આ મામલે વધુ તપાસ ડીસીબી પોલીસ કરી રહી છે. છત્રી લઇને લોકોને લોભામણી સ્કિમ આપી લુંટતા એજન્ટોની કામગીરને શંકાના દાયરામાં મુકતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લોકોએ કોઇ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ આપતા પહેલા યોગ્ય વ્યક્તિ અને કંપનીની પોલીસીની ખરાઇ કરીને જ આગળ વધવું જોઇએ.