સુરતના સરથાના વિસ્તારમાં બનેલી ઘટના
પત્નીના ચારિત્રય પર શંકા હોવાથી પતિ-પત્ની વચ્ચે તકરાર થઇ હતી.
બનાવની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસ તપાસ હાથ ધરી
સુરત. શહેરના સરથાના વિસ્તારમાં રહેતા દપંતિ વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહ્યો હતો. દરમિયાન પતિને પત્નીના ચારિત્રય પર શંકા જતા બન્ને વચ્ચે ગૃકલેશની શરૂઆત થઇ હતી. તેવામાં આજે બન્ને વચ્ચેનો ઝઘડો ઉગ્ર બનતા પતિએ 8 વર્ષના પુત્રની નજર સામે પત્નીનુ ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. બનાવને પગલે સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના સરથાણા વિસ્તારમાં આજે ચકચારીત ઘટના બની હતી. જેમાં પત્નીના ચારિત્રય પર પતિને શંકા હોવાથી બન્ને વચ્ચેના સંબંધોમાં મોટી તીરાળ પડી હતી. જેના પરિણામે છેલ્લા ઘણા સમયથી દંપતિ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. તેવામાં આજે બપોરના સમયે દંપતિ વચ્ચેનો ઝઘડો ઉગ્ર બનતા પતિએ પોતાના 8 વર્ષના બાળકની નજર સામે પત્નીનુ ઘરમાં જ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી કાઢી હતી.
બનાવની જાણ થતાં આસપાસમાં રહેતા લોકો દોડી આવ્યાં હતા. દરમિયાન ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પુત્રની નજર સામે માતાની હત્યા કરનાર પિતાની પોલીસે શોધખોળ હાથ ધરી તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
- સુરતના સરથાના વિસ્તારમાં બનેલી ઘટના
- પત્નીના ચારિત્રય પર શંકા હોવાથી પતિ-પત્ની વચ્ચે તકરાર થઇ હતી.
- બનાવની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસ તપાસ હાથ ધરી