• સુરતમાં દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે
  • રેલવે ટ્રેક પાસે આવેલા ઝુંપડામાં યુવકની હત્યા કરી દાટી દેવાની ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ખડા થયા
  • તાજેતરમાં ગુમ થયેલા યુવકની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે

WatchGujarat. ફિલ્મી ઢબે સુરતના ઉધના રેલવે ટ્રેક પાસે ઝૂંપડામાં યુવકની હત્યા કરી દાટી દેવાની ઘટના સામે આવી હતો. સમગ્ર ઘટના અંગે માહિતી મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને યુવકની લાશને બહાર કાઢી હતી. આ મામલે પોલીસે એફ.એસ.એલ.ની મદદ લઇને તપાસ હાથ ધરી છે.

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ઉધના પોલીસને માહિતી મળી હતી કે ઉધના રેલવે ટ્રેક પાસે ઝૂંપડામાં કોઈ યુવકની હત્યા કરીને લાશ દાટી દેવામાં આવી છે. જેની તપાસ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને ખોદકામ કર્યું હતું. તે દરમિયાન માટી નીચેથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ ડિકંમ્પોસ સ્થિતિમાં મળી આવતા મૃતદેહની ઓળખ થઈ શકી નથી. મૃતદેહ જોતા પ્રાથમિક તારણમાં  મૃતદેહને હત્યા કર્યા બાદ સળગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને દાટી દેવામાં આવ્યો હોવાનું મનાઇ રહ્યું છે. એફએસએલની ટીમ પણ સાથે હોવાથી તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુમ થયેલા યુવકની લાશ હોવાની આશંકા

સુરતના ડીંડોલીમાંથી અજય મોરે નામનો યુવક ગુમ થયો હતો. અને પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરતા આ મૃતદેહ તેનો જ હોવાની આંશકા વ્યક્ત કરાઈ છે. જુના ભીમ નગર આવાસની જે દિવાલ છે. તેની પાછળના ભાગે યુવકની હત્યા કરી ત્યારબાદ તેના મૃતદેહને રેલવે ટ્રેક પાસે ઝુંપડામાં લાવીને સળગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં જ તેને દાટી દેવામાં આવ્યો હતો. મૃતદેહ અજય મોરેનો છે કે કેમ તે અંગેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા અજય મોરે બે યુવકો સાથે મોપેડ પર જતો દેખાયો હતો. અને ત્યારબાદથી જ તે ગુમ છે. ત્યારે આ દિશામાં પણ પોલીસે તપાસ શરુ કરી છે

મૃતદેહ ડીકંમ્પોઝ હાલતમાં હતો

લાશ દાટી દીધી હોવાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ઝુપડામાં ખોદાકામ કર્યું હતું.  દરમિયાન માટી નીચેથી  મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ ડિકંમ્પોસ સ્થિતિમાં મળી આવતા મૃતદેહની ઓળખ થઈ શકી નથી. જેથી આ મામલે પોલીસે એફ.એસ.એલની પણ મદદ લીધી છે. અને આગામી સમયમાં પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થાય તેવી શક્યતા રહેલી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud