• હીરા બજારમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે
  • હીરા દલાલો મહિધરપુરામાં મીની બજારમાં એક સાથે ટોળામાં એકત્રિત થતાં હોય છે
  • ડાયમંડની દુકાનો અને રહેણાંક વિસ્તાર નજીક હોવાથી સંક્રમણને લઇને લોકોમાં ચિંતા

WatchGujarat. સુરતના મહિધરપુરા હીરા બજારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેને લઇને હીરા બજાર સાથે સંકળાયેલા કર્મચારીઓ અને ડાયમંડ વેપારીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેના પગલે પાલિકાની સૂચના બાદ મહિધરપુરા હીરા બજારમાં તકેદારી અને સાવચેતીના સઘન પગલાં ભરવામાં આવી રહ્યા છે. હીરા બજારમાં થતી ભીડ અને માસ્ક વિના લોકો પર ખાસ CCTVથી ચોક્કસ નજર રાખવામાં આવી રહી છે. અને જરૂર પડ્યે માઇક પર નિયમોનું પાલન કરવા માટેની જાહેરાત પણ આપવામાં આવી રહી છે.

માઇક પર સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાની સુચનાઓ આપવાનું જારી

હીરા બજારમાં હીરા વેપારીઓ અને બ્રોકરોને ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અંગેની સૂચનાઓ માઈક દ્વારા આપવામાં આવી રહી છે. તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા તમામ નિયમોનું ચુસ્ત રીતે પાલન થાય તે માટે ડાયમંડ બ્રોકર એસોસિયેશન તરફથી પુરી તકેદારીના પગલાં હાલ ભરવામાં આવી રહ્યા છે.

કોરોના કાળમાં પણ અગાઉની જેમ જ વ્યવસાય ચાલી રહ્યો છે

કોરોના સંક્રમણ હોવા છતાં પણ વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે જ હીરા બજારમાં વ્યવસાય ચાલી રહ્યો છે અને તેના કારણે કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ છે. હીરાદલાલો મહિધરપુરામાં મીની બજારમાં એક સાથે ટોળામાં એકત્રિત થતાં હોય છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો કોઇ હીરા દલાલ દ્વારા પ્રયાસ કરવામાં આવતો નથી અને તેના કારણે આખા વિસ્તારમાં કોરોના સંક્રમણ વધે છે.

રહેણાંક વિસ્તાર હોવાથી લોકોમાં સંક્રમણનો વધુ ભય

ડાયમંડની જ્યાં દુકાનો છે, એ રહેણાંક વિસ્તાર પણ છે અને તેના કારણે રહેણાંક વિસ્તારમાં પણ કોરોના સંક્રમણ ફેલાવવાનો એટલો જ ભય રહેલો છે. જેને પરિણામે વહીવટી તંત્ર દ્વારા મહિધરપુરા બ્રોકર એસોસિયેશનને પણ સૂચના આપવામાં આવી છે કે, સરકારે આપેલી ગાઈડલાઈન ચુસ્તતાથી પાલન થવું અનિવાર્ય છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud