• સંક્રમણ વધતા સુરત ડાયમંડ એસો. દ્વારા 21 – 22 માર્ચના રોજ હીરા ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરાયો
  • નિર્ણયના વિરોધમાં નાના કારખાનેદારોએ કામ ચાલુ રાખ્યું
  • બંધ પાળવા માટે પાલિકાના ટીમોનો વિરોધ કરી કારખાેદાનેદારોએ હોબાળો મચાવ્યો

WatchGujarat. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી નંદુડોશીની વાડીમાં કારખાના બંધ કરાવવા મનપાની ટીમ પહોચી હતી. ત્યારે રત્નકલાકારોએ વિરોધ નોંધાવતા મનપાની ટીમને સ્થળ છોડીને જવાની ફરજ પડી હતી.

સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધતા સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા 21 અને 22 માર્ચના રોજ હીરા ઉદ્યોગ બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ કેટલાક કારખાનેદારો આ એલાનનો વિરોધ પણ કર્યો છે. દરમિયાન કતારગામ સ્થિત નંદુડોશીની વાડી પાસે ચાલી રહેલા કારખાનાઓ મનપાની ટીમ બંધ કરાવવા પહોંચી હતી. જ્યાં મનપાની ટીમને રત્નકલાકારોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. રત્નકલાકારોએ હોબાળો મચાવ્યો હતો. જેથી મનપાની ટીમને સ્થળ છોડવાની ફરજ પડી હતી. રત્નકલાકારોએ આક્ષેપ કર્યો હતો કે, મોટા કારખાના સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર નાના કારખાનેદારોને જ હેરાન કરવામાં આવી રહ્યા છે.

સુરતમાં કોરોના કેસો વધતાની સાથે તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને વિવિધ મોટા બજારો સાથે સંકળાયેલા સંગઠનો સાથે મળીને આગામી વ્યુહરચના ઘડવામાં આવી હતી. જો કે, તંત્રના જીમ બંધ કરવાના નિર્ણયને પગલે સોમવારે જીમ સંચાલકો અ ટ્રેનરોએ પાલિકાની કચેરી બહાર વિરોધ કર્યો હતો. તેવી જ રીતે હીરા ઉદ્યોગ બંધ કરાવવા જતા કર્મીઓએ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પાલિકા દ્વારા લેવામાં આવતા નિર્ણયોથી તમામ વર્ગ ખુશ નથી જે વિરોધ પરથી સ્પષ્ટ થાય છે.

ડાયમંડ એસોસિએશન દ્વારા 21 અને 22 માર્ચના રોજ હીરા ઉઘોગ બંધ રાખવાની જાહેરાત કરાઈ

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા તંત્ર સાથે બેઠક યોજાઈ હતી. અને 21 અને 22 માર્ચના રોજ હીરા ઉઘોગ બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. જો કે, આ નિર્ણયના વિરોધમાં કેટલાક કારખાનેદારો આવ્યા છે. અને તેઓએ પોતાના કારખાના ચાલુ રાખ્યા છે. દરમિયાન મનપાની ટીમ કારખાના બંધ કરાવવા પહોંચી હતી. પરંતુ રત્નકલાકારોએ હોબાળો મચાવતા તેઓએ સ્થળ છોડવાની ફરજ પડી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud