• દર્દીની સારવારમાં બેદરકારી રાખતા તેનું મોતને પગલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
  • સારવાર શરૂ કર્યાના 60 કલાકમાં દર્દીનું મોત
  • વરાછા પોલીસે બંને તબીબ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ શરુ કરી

WatchGujarat. સુરતના બોમ્બે માર્કેટ રોડ પર આવેલી મારુતિ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના બે તબીબ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે. દર્દીની સારવારમાં બેદરકારી રાખતા તેનું મોત થયું હતું. જેને લઈને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ દર્દીના પરિવારજને ફરિયાદ નોંધાવી હતી.

સુરતના ત્રિકમ નગર પાસે વિરલભાઈ રમેશભાઈ કોરાટ તેમની પત્ની સાથે રહેતા હતા. ગત 25/07/2020 ના રોજ તેઓની તબિયત સારી ન હોવાથી તેઓ વરાછા સ્થિત બોમ્બે માર્કેટ રોડ પર આવેલી મારૂતિ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. જ્યાં ડો. મહેશ નાવડિયા અને ડો. ઘનશ્યામ પટેલે વાયરલ ડેન્ગ્યું ફેવરને હેમરેજીક ડેન્ગ્યું ફીવર જણાવી તેઓની યોગ્ય સારવાર કરી ન હતી. અને ઉલ્ટી સીધી સારવાર કરતા 60 કલાકની અંદર જ વિરલભાઈનું મોત થયું હતું. આ મામલે વિરલભાઈના બનેવી પારસભાઈ વઘાસીયાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં વરાછા પોલીસે બંને તબીબ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

ઓક્સીજનની જગ્યાએ બાફ આપ્યો

દર્દી વિરલભાઈને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ હતી. જેમાં તબીબોએ તેઓને ઓક્સીજનની જગ્યાએ બાફ આપેલો હતો. જે બાફ આપવાથી તરત વિરલભાઈને ખેચ આવી હતી અને ખેચના ઇન્જેક્શન બાદ ઘ્ર્નના લોવેરા અને મિડાસ નામના હેવી ડોઝ ઇન્જેક્શનનો આપેલો હતો જેથી વિરલ ભાઈ બેભાન થઇ ગયા હતા અને બાદમાં તેઓનું મોત નીપજ્યું હતું

ઉલટી સીધી સારવારથી શરીર ફૂલીને દડા જેવુ થઇ ગયું

બંને તબીબોએ સારવાર ગંભીર બેદરકારી રાખી હતી.અને ગમેતેમ દવાનો ડોઝ આપ્યા હોવાનો આક્ષેપ પણ થયો છે. જેને લઈને દર્દીનું શરીર ફૂલીને દડા જેવું થઇ ગયું હતું. સીટી સ્કેનના રીપોર્ટ પ્રમાણે દર્દીને ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. પરંતુ તે પાણી કાઢવાને બદલે હેવી ડોજ સ્ટીરોઈડબ યાનેક લાઈફ સેવિંગ ડ્રગ્સના ઇન્જેક્શન આપતા રહતા જેથી વિરલભાઈના શરીરના અંગોને ભારે નુકશાન થયું હતું. અને વારંવાર બોટલ ચડાવતા રહેવાથી તેઓનું શરીર પણ ફૂલી ગયું હતું. હાલ બંને તબીબી ફરાર છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud