પતિને દારૂ પિવાની કુટેવ હોવાને કારણે પત્નિ સાથે અવાર-નવાર ઝગડા થતા હતા
શુક્રવારે પતિ-પત્નિ વચ્ચે ઝગડો થતા પત્નિએ પોતાના ભાઇને જાણ કરી
સાળાએ જમાઇને માર માર્યા બાદ મનસ્વિ રીતે તેના જ ટેમ્પા પાછળ બાંધી ઢસડ્યો
ઘટનાને પગલે લોકટોળા એકઠા થયા અને ટેમ્પો ચલાવનારને માર માર્યો
WatchGujarat. દારૂડિયા પતિને તેની પત્ની અને સાળાએ ટેમ્પો સાથે બાંધીને ઢસડ્યો હતો. સમગ્ર ઘટના વિસ્તારના લોકોએ નજરે જોઇ કાંપી ઉઠ્યા હતા. અને ટેમ્પો ચાલકને માર માર્યો હતો. સુત્રના જણાવ્યા અનુસાર. પતિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત નાજુક હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસે ક્રૃરતા આચરનાર પત્ની અને તેના ભાઈની ધરપકડ કરી લીધી છે.
https://twitter.com/WatchGujarat/status/1365573008421658625?s=08
પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રમાણે, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે કૃષ્ણાનગરની સત્યમ શિવમ સોસાયટી ખાતે રહેતો બાલાકૃષ્ણ રાઠોડ (32) મિલમાં કામ કરે છે. બાલાકૃષ્ણ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો. જેને લઇને બાલાકૃષ્ણ અને તેની પત્ની શીતલને અવારનવાર ઝઘડા થતા હતા.
શુક્રવારે બપોરે પણ બાલકૃષ્ણએ તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા બાદ તેની પત્ની શીતલે તેના ભાઈને બોલાવ્યો હતો. જે બાદમાં શીતલના ભાઈ અનિલે બાલકૃષ્ણને માર માર્યો હતો. એટલું જ નહીં, તે ટેમ્પો ચલાવતો હોવાથી તેને બાલાકૃષ્ણને એક દોરડાથી બાંધીને ટેમ્પો પાછળ ઢસડ્યો હતો. આ દ્રશ્યો જોઈને આસપાસના લોકો પણ કાંપી ઉઠ્યા હતા.
વ્યક્તિને ટેમ્પો પાછળ આ રીતે બાંધીને ઢસડવાની વાત વિસ્તારમાં વાયુવેગે પ્રસરી હતી. અને ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા. લોકોએ અનિલને અટકાવ્યો હતો અને બાલાકૃષ્ણને છોડાવ્યો હતો. આ દરમિયાન લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. લોકોએ અનિલને માર માર્યો હતો અને ટેમ્પોને બાજુની નહેરમાં નાખી દીધો હતો. તબિબિ સુત્રના જણાવ્યા અનુસાર, સમગ્ર ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાલાકૃષ્ણ રાઠોડને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત નાજૂક છે. આ મામલે કડોદરા પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.