રાંદેર રોડ સ્થિત પાલનપુર પાટિયા પાસેના ગોડાઉનમાં પોલીસે દરોડા પાડ્યા
મોટી માત્રામાં નકલી ઘી અને તેલનો જથ્થો મળતા પોલીસ પણ ચોકી ઉઠી
સ્વાસ્થ્ય માટે હાનિકારક ઘી-તેલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
WatchGujarat. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં પીસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. અને બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી ડુપ્લીકેટ ઘી તેલ વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી ત્રણ લોકોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના રાંદેર વિસ્તારમાંથી ડુપ્લીકેટ ઘી અને તેલ ઝડપાયું છે. રાંદેર રોડ સ્થિત પાલનપુર પાટિયા પાસેના ગોડાઉનમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં બ્રાન્ડેડ કંપનીના લેબલ લગાડી નકલી તેલ-ઘી વેંચતા હતા જેવી હકીકત માલુમ પડી હતી. જેથી તમામ વિસ્તારની દુકાનો અને ગોડાઉન પર ચોકસાઈ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી માત્રામાં નકલી ઘી અને તેલનો જથ્થો મળતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. ગોડાઉનમાં તપાસ કરતા ઉત્તરાયણ તહેવાર નિમિત્તે મોટા પ્રમાણમાં માંગ હોય નકલી ઘી અને તેલ મળી આવ્યું હતું. જેથી પોલીસે તમામ પ્રોડ્કટની તપાસ કરવાની ફરજ પડી હતી.
સુરતમાં ઘણા સમયથી તેલ અને ઘી માં ભેળસેળની ફરિયાદો કંપનીઓને મળતી હતી. જેથી તેલ કંપનીઓ દ્વારા સુરતના કેટલાક વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી તપાસમાં ભેળસેળની ખાતરી થતાં કંપનીઓ દ્વારા આ બાબતે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇ આજે પોલીસ અને કંપનીના માણસો દ્વારા ડુપ્લીકેટ તેલ અને ઘી રાખતા વ્યાપારી ના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.
ઘટના સ્થળેથી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર મળી આવતા સ્વાસ્થ્ય માટે હાનિકારક ઘી-તેલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં ડુપ્લીકેટ ખાદ્ય સામગ્રી સાથે નકલી સ્ટિકર સહિતની સામગ્રી કબ્જે કરી હતી, અને એફ.એસ.એલ દ્રારા સેમ્પલ લઇ અમદાવાદની લેબમાં મોકલી દેવાયા હતા. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ અને ડુપ્લિકેશનમાં વપરાતા સાધનો સાથે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.