• વારંવાર આગની ઘટના સામે આવતા સ્થાનિકોમાં તંત્રની નબળી કામગીરી અંગે રોષ
  • મનહર ડાઇંગ મિલ ફરતે દિવાલ બનાવવાની સ્થાનિકોની માંગ
  • મીલ કંમ્પાઉન્ડમાંથી આગના તળખલા બહાર જાતા ઝુંપડાઓ અને બાઇક પણ હોમાયા
  • મીલમાં આગના કારણે થયેલા નુકશાનની ભરપાઇ કરાવવા માંગ 

WatchGujarat. સુરતના બમરોલી સ્થિત આવેલી મનહર ડાઈંગ મિલમાં ફરી એક વખત આગની ઘટના ઘટી છે. ત્રણ દિવસ બાદ સોમવાપેવહેલી સવારે મિલમાં ફરી એક વખત આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે 4 થી વધુ ઝુપડા બળી ગયા હતા. અને 6 બાઈક અને 1 રીક્ષા પણ આગની ઝપેટમાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ બનાવની જાણ થતા ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની ઘટનાને લઈને રહીશો રોષે ભરાયા હતા અને મિલની ફરતે દીવાલ બનાવવની માંગ કરી હતી

સુરતના બમરોલી વિસ્તારમાં મનહર ડાઈંગ મિલ આવેલી છે. મીલમાં સોમવારે વહેલી સવારે અચાનક આગ લાગી હતી. મિલમાં સ્ટીમ બોઇલરમાં લાગેલી આગ બાદ પહેલો માળ આગની લપેટમાં આવી જતા કારીગરો જીવ બચાવી બહાર દોડી ગયા હતા. બીજી તરફ આગના કારણે આસપાસના વિસ્તારના લોકો પણ ત્યાં એકઠા થઇ ગયા હતા. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરુ કર્યા હતા. રહીશોએ બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી. જેથી ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને અંદાજીત 10 જેટલી ગાડીઓના ફાયરના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. 3 દિવસમાં બીજીવાર આ મિલમાં આગ લાગી છે. ઓઈલના સળગતા તણખલા મિલ બહાર ઉડતા જોઈ રૂવાટા ઉભા થઇ ગયા હતા. જો,કે કોઈ જાનહાનિ ન હોવાનું જાણવા મળ્યું છે.

વાહનોને થયું નુકશાન

મનહર ડાઈંગ મિલમાં આગના કારણે તણખલા બહાર પણ ઉડ્યા હતા. જેથી આસપાસમાં રહેલા વાહનોને પણ નુક્શના પહોચ્યું હતું. આગની આ ઘટનામાં 6 બાઈક અને 1 રીક્ષા તથા 4 જેટલા ઝુંપડાઓ પણ આગની ઝપેટમાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મનહર ડાઈંગ મિલની મશનરી, અને કાપડના જથ્થાને આગને કારણે વધુ નુકશાન પહોંચ્યું છે. આગના કારણે મિલમાં લાખોનું નુકશાન થયું હોવાની આંશકા સેવાઇ આવી રહી છે.

રહીશોએ વળતર આપવાની કરી માંગ

મનહર ડાઈંગ મિલમાં આગ લાગવાના કારણે તણખલા ઉડ્યા હતા.જેના કારણે આસપાસ આવેલા 4 જેટલા ઝુપડાઓ અને ઘરના પતરા બળીને ખાખ થઇ ગયા હતા. જેના કારણે રહીશોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. મોટી સંખ્યામાં ત્યાના રહીશો મિલ બહાર એકઠા થયા હતા અને સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. રહીશોની માંગ હતી કે તેઓના ઘરને જે નુકશાન થયું છે. તેનું વળતર આપવામાં આવે અને સાથે જ મિલની ફરતે દીવાલ બનાવવામાં આવે જેથી આવી કોઈ દુર્ઘટના વખતે તેઓના જાન માલને નુકશાન ન પહોચે.

બે દિવસ પહેલા પણ આગ લાગી હતી

ગત 12મીના રોજ મનહર ડાઈંગ મિલમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. લગભગ તમામ કારીગરો મિલ બહાર દોડી આવ્યા હતા. વોચમેનની સતર્કતા ને કારણે ફાયર વિભાગ ના જવાનોએ સમય સર દોડી આવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ દુર્ઘટનામાં મશીન, ઇલેક્ટ્રિક મોટર અને કાપડ પણ બળીને ખાખ થઈ ગયું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud