WatchGujarat. સુરતમાં 30 વોર્ડની 120 બેઠકો માટે ચુંટણી યોજાઈ હતી, અને આ ચુંટણીનો જનાદેશ આવી ચુક્યો છે. 120 બેઠકો માંથી ભાજપને 93 બેઠક મળી છે. જયારે સુરતમાં આમ આદમી પાર્ટીએ ધમાકેદાર એન્ટ્રી સાથે 27 બેઠક પોતાના નામે કરી છે. તો બીજી તરફ સુરતમાં આ વખતે સુપડા સાફ થઇ ગયા છે. સુરતમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી. અને સુરતમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા હતા.
સુરત સહિત 6 શહેરોમાં 21 ફેબ્રુઆરી વચ્ચે મતદાન થયું હતું. સુરત મહાનગર પાલિકાના 30 વોર્ડ માટેની 120 બેઠક પર ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમી પાર્ટીના 114 ઉમેદવારે મેદાનમાં ઉતર્યા હતા. અને ૨૩ ફેબુઆરીએ જનાદેશ આવ્યો હતો. પરંતુ આ વખતનો જનાદેશ સૌથી અલગ છે. આ વખતે સુરતમાં 120 બેઠકો માંથી ભાજપને 93 બેઠક મળી છે. અને આમ આદમી પાર્ટીએ સુરતમાં ધમાકેદાર એન્ટ્રી સાથે 27 બેઠક પોતાના નામે કરી છે. પરંતુ સૌથી ચોકાવનારી વાત તો એ છે કે સુરતમાં આ વખતે કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. સુરતમાં કોંગ્રેસને એક પણ સીટ મળી ન હતી. 120 બેઠકમાંથી કોંગ્રેસ એક પણ સીટ પોતાના નામે કરવામાં નિષ્ફળ નીવડી છે. એટલું જ નહી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો અને દિગ્ગજ નેતાઓ આ વખતે મેદાનમાં હતા તેમ છતાં કોંગ્રેસ એક પણ સીટ મેળવી શકી ન હતી.
કોંગ્રેસના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ
સુરતમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. અને કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી. એક પછી એક ન મળવાના કારણે કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. અને કોંગ્રેસને વહેચી દીધી છે. જેવા સુત્રોચાર સાથે કોંગ્રેસ પ્રમુખનું પુતળું પણ ફૂકયું હતું. કોંગ્રેસ પ્રમુખના ફોટાને વારંવાર રસ્તા પર પછાડીને તેને વિરોધ કરવામાં આવ્યો હતો. તથા તેનું પુતળું બાળ્યું હતું. આમ, કોંગ્રેસીઓએ આવેશમાં આવીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
[video width="640" height="288" mp4="https://watchgujarat.com/wp-content/uploads/2021/02/WhatsApp-Video-2021-02-23-at-6.57.23-PM.mp4"][/video]
કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું
સુરતમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી. જેને લઈને કાર્યકરોમાં રોષ પણ સાતમાં આસમાને જોવા મળ્યો છે. કોંગ્રેસનો વિખવાદ જગ જાહેર છે. ત્યારે સુરતમાં કોંગ્રેસની હાર થતા શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ રાજીનામું ધરી દીધું હતું. બાબુ રાયકાએ રાજીનામું આપ્યું તેમાં જનાવ્યુ હતું કે કોંગ્રેસે મને ઘણું બધું આપ્યું છે. ચુંટણીમાં જનતા આપેલા ચુકાદાને માન્ય રાખું છું અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં થયેલી કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારી તમામ પદેથી રાજીનામું આપું છું.
આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી
સુરતના રાજકારણમાં હવે નવા અધ્યાયની શરૂઆત થઇ છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં 27 બેઠક પોતાના નામે કરી છે. સુરતના વરાછામાં વિજેતા ઉમેદવારોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. તો અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને સુરતની જનતાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો
સુરતમાં ભાજપ સત્તામાં હતું અને વીપક્ષ તરીકે કોંગ્રેસ હતું. પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપ ફરી એક વખત સતામાં છે. પરંતુ બદલાયું છે તો તે છે વીપક્ષ, અને હવે વીપક્ષ તરીકે આમ આદમી પાર્ટી બિરાજશે. સુરતમાં આમ આદમી પાર્ટીની ૨૭ બેઠક મળી છે. 30 વોર્ડની 120 બેઠકમાંથી 120 બેઠકના સપના જોતું ભાજપ 93 બેઠક સાથે ફરી એક વખત સત્તામાં છે, અને 27 બેઠક સાથે વિપક્ષમાં હવે આમ આદમી પાર્ટી બિરાજશે. જયારે સુરતમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. આમ આદમી પાર્ટીએ વોર્ડ. 2,4,5,16,17, ૩માં આખી પેનલ જીતી છે.
ભાજપનો ભગવો લહેરાયો
120 બેઠકના સપના જોતું ભાજપ 93 બેઠક સાથે ફરી એક વખત સત્તામાં આવ્યું છે. સુરતમાં ભાજપના ઉમેદવારોની જીત થતા ભવ્ય રેલીઓ યોજી હતી. અને ઉમેદવારોએ ફટકડા ફોડી જીતને વધાવી લીધી હતી. સુરતના મહામંત્રી લલિત વેકરીયાની હાર મોટો અપસેટ ગણવામાં આવે છે.