• તૌકતે વાવાઝોડાને કારણે અનેક શહેરોમાં વિજ પુરવઠાનું માળખું ખોરવાયું
  • DGVCL કંપનીની 40 ટીમો વિજ પુરવઠો દુરસ્ત કરવાની કામગીરી કરવા જળ માર્ગે મોકલાઇ
  • ટીમોમાં ડે.એન્જીનિયરો, જુનિયર એન્જિનીયરો, હેલ્પર સહિત કોન્ટ્રાકટ આધારિત સ્ટાફનો સમાવેશ

WatchGujarat. તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક શહેરોને ખુબ જ ગંભીર રીતે ધમરોળ્યું હતું. વાવાઝોડું પસાર થયાના બે  દિવસ બાદ પણ સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓ અને ગામડાઓની સ્થિતિ બતર હાલતમાં જોવા મળી રહી છે. અનેક ગામડાઓ નો બીજ પાવર આજે પણ બંધ હાલતમાં છે. જેને લઇ સુરતની ડીજીવીસીએલની ટીમ સૌરાષ્ટ્ર મદદે પહોંચી છે.

દક્ષિણ ગુજરાત થી 300 કર્મીઓ મદદ માટે સૌરાષ્ટ્ર પહોંચ્યા છે. અને સૌરાષ્ટ્રમાં તૂટી ચૂકેલા વીજપોલ હાઇટેન્શન વાયર અને ઈલેક્ટ્રીસીટી શરૂ કરવા સુધીની તમામ તૈયારીઓ કરવા મદદે નીકળી ચૂક્યા છે. વીજ કર્મીઓની મદદ ઉપરાંત સુરતથી અનેક સામાજીક સંસ્થાઓ પણ સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત ગામોની સેવા કરવા પહોંચ્યું છે. અસરગ્રસ્ત ગામોમાં મુશ્કેલીમાં મુકાયેલા પરિવારને અનાજની કીટ સહિતની સેવાઓ સુરતથી સૌરાષ્ટ્ર પહોંચાડી રહી છે.

સૌરાષ્ટ્રમાં તૌકતેએ મચાવેલી તબાહીના કારણે વિજપુરવઠાને ભારે નુકશાન થયું છે. જેના કારણે ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લાઓમાં વીજ પુરવઠો નિયમિત થાય તે માટે પશ્વિમ ગુજરાત વીજ કંપનીના કર્મયોગીઓ રાત-દિવસ જહેમત કરી રહ્યા છે. ભારે તબાહીના કારણે વધુ માનવબળની જરૂરીયાત હોય તત્કાલ દક્ષિણ ગુજરાત વિજ કંપનીની 40 ટીમોના 400 વીજકર્મીઓ આજે સવારે હજીરાથી ઘોઘા(ભાવનગર) રો-રો ફેરી મારફતે રવાના થઈ હતી. ખાસ ટીમો 40 વાહનો અને પોલ ઈરેકશન મશીન્સથી સજ્જ છે. જયારે અન્ય 300 વીજકર્મીઓ રસ્તા મારફતે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના કાર્યમાં જોડાશે.

DGVCLની 40 ટીમોમાં ડે. એન્જીનિયરો, જુનિયર એન્જિનીયરો, હેલ્પર સહિત કોન્ટ્રાકટ આધારિત સ્ટાફ મળી 400 થી વધુ વીજકર્મીઓ સૌરાષ્ટ્રની PGVCL કંપની વિસ્તારમાં અસરગ્રસ્ત થયેલા જિલ્લાઓમાં ઝડપથી વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે માટે મદદરૂપ થશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud