- સંકેત મીડિયા દ્વારા અખબારનું ખોટું સર્ક્યુલેશન દર્શાવીને રૃા.2.70 કરોડની ઠગાઇ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ
- ન્કમટેક્સ વિભાગની આ ફોજદારી ફરિયાદના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે (ઇ.ડી) તા.26 નવેમ્બરે પી.વી.એસ શર્માની મની લોન્ડરીંગ એક્ટના ભંગ બદલ ધરપકડ કરી હતી.

WatchGujarat. સુરત ભાજપના નેતા તથા તથા પુર્વ આયકર અધિકારી પીવીએસ શર્મા વિરુધ્ધ ડીરેકટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા મની લોન્ડરીંગ એક્ટ હેઠળ હાલની બજારકિંમતની રૃા.8 કરોડની મિલકતો ટાંચ માં લેવામાં આવી છે. જેમાં સંકેત મિડીયા લિ.ના સંચાલકના નામે દુકાન, પ્લોટ, મકાન સહિતની સ્થાવર મિલકતો ઉપરાંત પત્ની તથા પુત્રના નામે 24 લાખની એફડીની જંગમ મિલકતોનો સમાવેશ થાય છે. સંકેત મીડિયા દ્વારા અખબારનું ખોટું સર્ક્યુલેશન દર્શાવીને રૃા.2.70 કરોડની ઠગાઇ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. #IT
નોટબંધીના સમયગાળા દરમિયાન ઘોડદોડ રોડ સ્થિત કલામંદિર જ્વેલર્સે સુરત ઈન્કમટેક્સ વિભાગના મેળાપિપણામાં મની લોન્ડરીંગ કર્યાના આક્ષેપો અંગે સુરત ભાજપના નેતા અને પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પી.વી.એસ શર્માએ ટ્વિટ કરી હતી. ત્યારબાદ ઇન્કમટેક્સ વિભાગના દરોડાનો દોર ચાલ્યો હતો. અને બાદમાં એન્ફોર્સમેન્ટ વિંગે પણ તપાસ શરૃ કરીને શર્મા સામે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.સુરત ઇન્કમટેક્સ વિભાગે પીવીએસ શર્માના રહેણાંક તથા ધંધાકીય સ્થળો કરેલી સર્ચ દરમિયાન સંકેત મીડીયા પ્રા.લિ.ના સંચાલક એવા શર્માએ અન્ય લોકોના મેળાપિપણામાં સર્કયુલેશનના આંકડા સાથે ચેડા કરીને સરકારી તથા ખાનગી એજન્સીઓ પાસેથી કુલ રૃા.2.70 કરોડની ઠગાઇ કરવા સંદર્ભે ઇન્કમટેક્સના અધિકારીએ સુરતના ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. #IT
અખબારનું ખોટું સર્ક્યુલેશન દર્શાવી રૃા.2.70 કરોડની સરકારી તથા ખાનગી એજન્સી પાસે જાહેરાતો મેળવી હતી. સુરત ઇન્કમટેક્સ વિભાગે પોલીસ મથકે કરેલી ફરિયાદ મુજબ, સંકેત મીડીયા લિ.ના સંચાલકે ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં સત્યમ ટાઈમ્સ નામે ન્યુઝ પેપર પ્રસિધ્ધ કરતા હતા. જેનુ વાસ્તવિક સર્ક્યુલેશન અનુક્રમે માત્ર 300-600 નકલ તથા 0-290નકલ હતું. પરંતુ બંને અખબારોનું અનુક્રમે 23500 તથા 6000-6300 નકલનું ખોટું સર્ક્યુલેશન દર્શાવીને સરકારી તથા ખાનગી એજન્સીઓ પાસેથી રૃ.2.70 કરોડની જાહેરાતો મેળવી લેવાઇ હતી. જેના માટે બોગસ પેઢીઓ નામે બોગસ ખરીદ વેચાણના બીલો, બુક ઓફ એકાઉન્ટ ખોટા હોવાનું જાણવા છતાં સાચા તરીકે ઉપયોગ કરીને ઠગાઇ કરાઇ હતી. ઇન્કમટેક્સ વિભાગની આ ફોજદારી ફરિયાદના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે (ઇ.ડી) તા.26 નવેમ્બરે પી.વી.એસ શર્માની મની લોન્ડરીંગ એક્ટના ભંગ બદલ ધરપકડ કરી હતી. અને મિલકતો ટાંચનમાં લેવાના સંકેત પણ આપ્યા હતા. #IT
પીવીએસ શર્માની ટાંચમાં લેવાયેલી મિલકતો
મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ભાજપી નેતા તથા પુર્વ ઇન્કમટેક્સ અધિકારી પીવીએસ શર્માની કુલ રૃ.2.70 કરોડની સ્થાવર જંગમ મિલકતોને ઈડીએ ટાંચમાં લીધી છે. જેની હાલમાં અંદાજિત બજાર કિંમત રૃા.8 કરોડ છે. #IT
(1) ઉધના ખાતે સ્થિત (1)સવેરા કોમ્પ્લેક્ષમાં કુલ રૃ.2.46 કરોડની કિંમતની સાત દુકાનો(1460 સ્કેવર ફુટ)
(2)નોવા કોમ્પ્લેક્ષમાં મે.સંકેત મીડીયા પ્રા.લિ.ના નામે લીધેલા બે ફ્લેટસ (પ્રત્યેક ફ્લેટ 465 સ્ક્વેર ફુટ)
(3)પલસાણા ખાતે જમીનો પ્લોટ (1975.73 સ્ક્વેર મીટર) તથા 77.73 સ્કવેર મીટર બાંધકામ સાથેનું મકાન
(4)વેસ્ટર્ન બિઝનેસ પાર્કમાં આવેલી 586 સ્ક્વેર ફુટની એક દુકાન
(5) કરુણાસાગર ખાતે 215 સ્ક્વેર મીટરનો પ્લોટ
(6)કરુણા સાગર ખાતે પત્ની પી.અન્નપુર્ણાના નામે 243 સ્ક્વેર મીટરનો એક પ્લોટ
(7) પીવીએસ શર્મા,મે.સંકેત મીડીયા પ્રા.લિ.તથા પુત્ર પી.શુશાંત શર્મા ના નામે 24 લાખની એફડી તથા બેંક બેલેન્સ